બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની રવિવારના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ કોર્ટે તેની 1 દિવસની NCB કસ્ટડી મંજૂર કરી હતી, તે બાદ ફરી તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને ત્યારે કોર્ટ દ્વારા તેને 7 ઓક્ટોબર સુધી એટલે કે આજ સુધી NCB કસ્ટડીમાં મોકલ્યો હતો. આજે NCB અધિકારીઓ દ્વારા આર્યન, અરબાઝ મર્ચેંટ અને મુુનમુન ધામેચા સહિત આરોપીઓને કોર્ટ લઇ જવામાં આવ્યા હતા. (Image Credit/Instagram-viralbhayani)
હવે આર્યન ખાનની કસ્ટડી આજે પૂરી થઇ ગઇ હતી અને કોર્ટમાં તેને હાજર કરવામાં આવ્યો હતો, ત્યારે હવે આ મામલે આર્યનને NCB એ આ મામલે આરોપીઓની 11 ઓક્ટોબર સુધી કસ્ટડી માંગી છે. આજતકના રીપોર્ટ અનુસાર NCB અત્યાર સુધી આ મામલે 17 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે.
NCBએ કહ્યુ કે, આર્યન ખાન અને અરબાઝ મર્ચેંટે અચિત કુમારનું નામ લીધુ હતુ અને તે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. કહેવામાં આવ્યુ છે કે, એજન્સીને તથ્યોની તપાસ કરવા માટે થોડો સમય જોઇએ છે. NCBએ અચિત કુમારની પણ 11 ઓક્ટોબર સુધીની કસ્ટડીની માંગ કરી છે. કોર્ટે અચિત કુમારને 9 ઓક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં મોકલ્યો છે.
જણાવી દઇએ કે, આ પહેલા 4 ઓક્ટોબરના રોજ થયેલ સુનાવણીમાં આર્યનને જમાનત મળી ન હતી અને તેને કોર્ટે 7 ઓક્ટોબર સુધી NCB કસ્ટડીમાં મોકલ્યો હતો. ડગ કેસમાં 4 ઓક્ટોબરે થયેલી સુનાવણીમાં ઘણી હેરાન કરી દેનારી વસ્તુઓ સામે આવી. NCB તરફથી કોર્ટમાં જણાવવામાં આવ્યુ કે, આર્યન ખાનના ફોનમાં તસવીરોના રૂપે ચોંકાવનારી આપત્તિજનક વસ્તુઓ મળી છે. જેમાં આગળની પૂછપરછ માટે તેમણે કોર્ટ પાસે 11 ઓક્ટોબર સુધીની કસ્ટડીની માંગ કરી હતી. પરંતુ કોર્ટે 7 ઓક્ટોબર સુધીની કસ્ટડી મંજૂર કરી હતી.
બીજીબાજુ જોઇએ તો, દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર, મેટ્રોપોલિટન કોર્ટ એક સ્પેશિયલ કોર્ટ છે અને NDPS એક્ટ હેઠળ જામીન આપવાનો કોર્ટ પાસે અધિકાર નથી માટે એવું માનવામાં આવી રહ્યુ છે કે, આર્યનના વકીલ કોર્ટમાં તેના રિમાન્ડ પૂરા કરી જેલમાં મોકલવાની દલીલ કરશે અને તે બાદ હાયર કોર્ટમાં જામીન માટે અપીલ કરશે.
આખરે આવી જ ગયા મોટા સમાચાર…SRK પુત્ર આર્યન ખાનના આજે (7 ઓક્ટોબર) NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ની કસ્ટડી પૂરી થઈ હતી. NCBએ આર્યન ખાન, મુનમુન ધામેચા, અરબાઝ મર્ચન્ટ સહિત 8ને આજે (7 ઓક્ટોબરે) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. ક્રૂઝની આ ગંદી પાર્ટી કેસમાં મેટ્રોપૉલિટન કોર્ટે શાહરુખના દીકરા આર્યન સહિત 8 આરોપીઓને NCBની કસ્ટડીમાં મોકલવાનો ઈનકાર કર્યો હતો.
કોર્ટે આઠેય આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. જામીન અરજી પર આવતીકાલ (8 ઓક્ટોબર)ના રોજ સુનાવણી કરવામાં આવશે. આ પહેલાં NCBએ આર્યન સહિત 8 આરોપીઓની કસ્ટડી 11 ઓક્ટોબર સુધી વધારવાની માગણી કરી હતી.
તમને જણાવી દઈએ કે 4 ઓક્ટોબરે થયેલી સુનાવણીમાં આર્યનની જામીન ફગાવી દેવામાં આવી હતી, પણ તેને 7 ઓક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં રાખવનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આર્યનના વકીલ સતીશ માનશિંદે આજે ફરી એકવાર જામીન અપાવવનો પ્રયાસ કર્યો હતો.