શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડગ કેસમાં જામીન મળી ગયા છે. બોમ્બે હાઈકોર્ટના 28 ઓક્ટોબરે જામીન અરજી પર સુનાવણી કર્યા બાદ આ નિર્ણય આપ્યો હતો. શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન તેમના પુત્ર માટે ખૂબ જ ચિંતિત હતા. હવે આર્યનને જમાનત મળી ગઈ છે. તેથી હવે શાહરૂખ-ગૌરી ખૂબ જ ખુશ અને ઇમોશનલ છે. આ સાથે તેના મિત્રો અને બોલિવૂડના કેટલાક સ્ટાર્સ પણ તેને અભિનંદન આપી રહ્યા છે.
આર્યન ખાનને જામીન મળ્યાના સમાચાર બાદ શાહરૂખ ખાનની તસવીરો વાયરલ થઈ હતી. આ તસવીરોમાં શાહરૂખ તેની લીગલ ટીમ અને મેનેજર પૂજા દદલાણી સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર શાહરૂખ અને આર્યન વિશે ઘણા સેલેબ્સે ટ્વિટ કર્યા છે. એટલું જ નહીં, તમામ સ્ટાર્સ શાહરૂખ ખાનને અંગત રીતે ફોન કરીને અભિનંદન આપી રહ્યા છે. સલમાન ખાન, સુનીલ શેટ્ટી અને અક્ષય કુમારનું નામ પણ સામેલ છે.
સલમાન ખાને ત્રણ વખત મન્નત જઈને શાહરૂખ અને તેના પરિવારને સપોર્ટ કર્યો હતો. તો બીજી તરફ અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી સતત ફોન પર શાહરૂખ ખાનના પરિવારની સ્થિતિ લેતા રહે છે. એ જ રીતે ગૌરી ખાનના મિત્રો પણ તેની સાથે ફોન પર જોડાયેલા છે. 28 ઓક્ટોબરની સાંજે જ્યારે આર્યન ખાનને જામીન મળવાના સમાચાર આવ્યા, ત્યારથી શાહરૂખને અભિનંદનના ફોન આવી રહ્યા છે.
આજતકના રીપોર્ટ અનુસાર, શાહરૂખને સલમાન ખાન, અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, બધાનો ફોન આવ્યો હતો. ગૌરી તેના મિત્રો મહિપ કપૂર અને સીમા ખાન સાથે ફોન પર વાત કરતી વખતે રડી પડી હતી. સીમા અને મહિપ શરૂઆતથી જ ગૌરીની સાથે તેના સમર્થનમાં ઉભા છે. જ્યારે તેને આર્યનના જામીનનો મેસેજ મળ્યો ત્યારે જ ગૌરી રડી પડી હતી. તે બે હાથ જોડી પ્રાર્થના કરતી કરતી ઘૂંટણ પર બેસી રડી પડી હતી. સુહાના ખાને યુએસ અને યુકેના આર્યનના મિત્રો સાથે વાત કરી છે અને તેમના સમર્થન માટે તેમનો આભાર માન્યો છે.