ગર્ભગૃહમાં પ્રવેશતા જ રામલલાની મૂર્તિની બદલાઇ ગઇ આભા, રામલલાને રોજ જોવા આવતો એક ‘વાનર’, અરુણ યોગીરાજે જણાવ્યો દિલચસ્પ કિસ્સો

બદલાઇ ગઇ છે રામલલાની આભા, મૂર્તિકાર અરુણ યોગીરાજ પણ ચોંક્યા કે કેવી રીતે થયુ આવું, શેર કર્યો મૂર્તિ બનાવતા સમયનો એક દિલચસ્પ કિસ્સો

કેવી રીતે અદ્ભૂત થઇ ગઇ રામલલાની મૂર્તિ, અચંભિત છું…ભાવુક થયા અરુણ યોગીરાજ

અયોધ્યા રામ મંદિરમાં બિરાજેલા રામલલા વિશે પ્રસિદ્ધ મૂર્તિકાર અરુણ યોગીરાજે ઘણી અવિશ્વસનીય વાત જણાવી છે. તેમણે પોતાની સાથે થયેલ ચમત્કારિક ઘટનાઓ વિશે કહ્યુ કે- મૂર્તિ નિર્માણ થતા સમયે અલગ દેખાતી હતી, પણ પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાને અલગ રૂપ લઇ લીધુ છે. જે રામલલાને સાત મહિના સુધી તેમણે ગઢ્યા તેમને પ્રાણ પ્રતિષ્ઠા બાદ પોતે ન ઓળખી શક્યા. ગર્ભગૃહમાં જતા જ ઘણો બદલાવ આવી ગયો છે. મૂર્તિની આભા કંઇક અલગ જ થઇ ગઇ છે.

બદલાઇ ગઇ રામલલાની આભા

આ બદલાવ વિશે સાથે હાજર લોકો સાથે ચર્ચા પણ કરી. આ ઇશ્વરીય ચમત્કાર છે કે કંઇ બીજુ. યોગીરાજે આ વાતો એક ટીવી ચેનલના ઇન્ટરવ્યુમાં કહી હતી. તેમણે કહ્યુ કે- આ અમારા પૂર્વજોની વર્ષોની તપસ્યાનું પરિણામ છે કે અમને કામ માટે પસંદ કરવામાં આવ્યા. હું મારી ભાવનાઓને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. તેમણે જણાવ્યુ કે, રામલલાની મૂર્તિ બનાવવામાં સાત મહિના જેટલો સમય લાગ્યો હતો.

મૂર્તિ બનાવવામાં સાત મહિના જેટલો સમય લાગ્યો 

આ દરમિયાન તેઓ દુનિયાથી કટ થઇ ગયા અને બાળકો સાથે સમય વીતાવ્યો. મૂર્તિકારે છેલ્લા સાત મહિનાની અવધિને પડકારજનક ગણાવી. યોગીરાજે એક દિલચસ્પ કિસ્સો પણ શેર કર્યો કે કેવી રીતે રોજ એક વાનર તેમના ઘરે આવી મૂર્તિના દર્શન કરતો અને મૂર્તિનું કામ જોઇ જતો રહેતો. કામ દરમિયાન વાનરના આવવાને કારણે તેમને પરેશાની પણ થતી હતી. ધ્યાન ભટકી જતુ હતુ.

રોજ એક વાનર મૂર્તિ જોવા આવતો

આ સંબંધમાં તેમણે ચંપત રાય સાથે પણ વાત કરી હતી. તેમણે આનું સમાધાન કર્યુ અને વર્કશોપ આપ્યો. દરવાજા સ્થાપિત કરવામાં આવ્યા હતા. દરવાજો લગાવ્યો તે જ સાંજે વાનર ફરી આવ્યો અને દરવાજો પીટવા લાગ્યો. દરવાજો ખોલ્યો ત્યારે એક વાનર જોવા મળ્યો. અરુણ યોગીરાજે જણાવ્યું કે જ્યાં સુધી અમે દરવાજો ન ખોલ્યો ત્યાં સુધી વાનર દરવાજો ખખડાવતો જ રહ્યો. દરવાજો ખોલ્યો તો પહેલા તે અંદર આવ્યો અને પહેલાની જેમ મૂર્તિ જોઇ ચાલ્યો ગયો.

જ્યારે અરુણ યોગીરાજને પૂછવામાં આવ્યું કે શું એક જ વાંદરો આવતો હતો? તો આના પર તેમણે કહ્યું કે હું એ ના કહી શકું. આ ઉપરાંત તેમણે કહ્યું કે 29 ડિસેમ્બરે તેમને કહેવામાં આવ્યું કે કઈ મૂર્તિના અભિષેક માટે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટ તરફથી માહિતી મળ્યા બાદ રામલલાની આ મૂર્તિને આખરી ઓપ આપવાનું શરૂ કર્યું અને સમયસર કામ પૂરું કર્યું.

Shah Jina