અર્પિતા મુખર્જીના ઘરેથી મળી 31 LIC પોલિસી, નોમિનીનું નામ સાંભળી રહી જશો હેરાન

વૃદ્ધ મંત્રીની જુવાન ગર્લફ્રેન્ડનો નવો કાંડ ખુલ્યો, વધુ એક ઠેકાણા પર EDની છાપેમારી, જાણો નવી અપડેટ

પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં EDની તપાસનો દાયરો વધતો જઇ રહ્યો છે. આ વધતા દાયરા સાથે રોજ રોજ નવા નવા ખુલાસા પણ થઇ રહ્યા છે.આવો જ એક ખુલાસો અર્પિતા મુખર્જીને લઇને થયો છે. તેની પાસે LICની કુલ 31 પોલિસી છે અને સૌથી મોટી વાત તો એ છે કે આ બધી પોલિસીમાં નોમીની પાર્થ ચેટર્જી નીકળ્યો છે.

હવે અર્પિતાની પોલિસીમાં પાર્થનું નોમીની બનવુ એ તપાસ એજન્સીના મનમાં ઘણા સવાલ પેદા કરી રહ્યુ છે. કહેવામાં આવી રહ્યુ છે કે મોટા સ્તર પર બંનેની મિલીભગતથી જ ખેલ રચવામાં આવ્યો છે. આ તમામ જાણકારી EDની રિમાન્ડ કોપી અનુસાર છે. જેમાં એ ખુલાસો પણ થયો છે કે પાર્થ અને અર્પિતા બંને એપીએ યૂટીલિટી કંપનીમાં સાજેદાર હતા. અર્પિતાએ તો કૈશ આપીને કેટલાક ફ્લેટ પણ ખરીદ્યા હતા.

હવે આ પૈસા કોના હતા, અર્પિતાએ તેની વ્યવસ્થા ક્યાંથી કરી, ઇડી તેની તપાસ કરી રહી છે. હાલ અર્પિતા મુખર્જી અને પાર્થ ચેટર્જી 5 ઓગસ્ટ સુધી EDની કસ્ટડીમાં છે. તપાસ દરમિયાન એજન્સીને બંને વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા છે. ઈડીએ અર્પિતા વિરુદ્ધ અનેક વખત કાર્યવાહી કરી છે. તેમની ત્રણથી ચાર મિલકતો પર દરોડા પાડવામાં આવ્યા છે. 27 જુલાઈના રોજ પણ EDએ અર્પિતાની અન્ય સંપત્તિ પર કાર્યવાહી કરી હતી.

આ કાર્યવાહીમાં 27 કરોડ રોકડા અને 4.31 કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. મોટી વાત એ છે કે EDએ તપાસ દરમિયાન 4 નેકલેસ, 18 કાનની બુટ્ટી પણ લીધી છે. અગાઉના દરોડામાં પણ વિદેશી ચલણથી લઈને નકલી કંપનીઓના દસ્તાવેજો સુધી ઈડીએ ઘણું બધું જપ્ત કર્યું હતું. પાર્થ ચેટર્જી તપાસ એજન્સીને સહકાર આપી રહ્યા નથી.

અર્પિતા મુખર્જી અને પાર્થ ચેટર્જી આજે કોર્ટમાં હાજર થવાના છે. EDએ ગુરુવારે અર્પિતા મુખર્જીના વધુ એક ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. કોલકાતાના પંડિતિયા રોડ પર અર્પિતાના અન્ય એક ફ્લેટ પર EDએ દરોડા પાડ્યા, પરંતુ દરવાજો ખોલવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. દરવાજાનું તાળું ખુલતું ન હતું.

કહેવામાં આવી રહ્યું છે કે ફ્લેટનો આ દરવાજો ચીનમાં બનેલો છે. તેને ખોલવા માટે લોકલ લોકસ્મિથને બોલાવવો પડ્યો. લોકસ્મિથે મીડિયાને જણાવ્યું કે સ્ટીલનો દરવાજો ચીનથી લાવ્યો હતો અને તેના માણસોએ તેને લગાવ્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે કેવી રીતે દાવો કરી શકે છે કે દરવાજો ચીનમાં બનેલો છે, તો તેણે કહ્યું કે તે આવી સેવાઓ આપતો હતો, તેથી તે તેનાથી પરિચિત છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ED અધિકારીઓએ સ્થાનિક પોલીસનો પણ સંપર્ક કર્યો હતો. ED અધિકારીઓએ કોલકાતા દક્ષિણ પોલીસ અધિકારી રવિન્દર સરોવરને સમસ્યા જણાવી. ED અધિકારીઓએ પોલીસ અધિકારીને કહ્યું કે તેઓ પંડિતિયા રોડ પરના ઘરમાં તપાસ યોગ્ય રીતે કરી શક્યા નથી.જણાવી દઈએ કે બંગાળની મમતા સરકારમાંથી બરતરફ કરાયેલા મંત્રીઓ પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જી 2012થી નજીક છે.

બંને પર શિક્ષક ભરતી કૌભાંડમાં પૈસાની લેવડ-દેવડનો આરોપ છે. અત્યાર સુધીમાં EDએ અર્પિતાના ઠેકાણાઓમાંથી કરોડો રૂપિયા, સોના-ચાંદીના ઘરેણા અને સોનાની ઇંટો રિકવર કરી છે. પાર્થ ચેટર્જીનું રૂ. અર્પિતા અને પાર્થ બંને EDની કસ્ટડીમાં છે અને કોલકાતામાં ED ઓફિસના CGO કોમ્પ્લેક્સમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Shah Jina