મેકઅપ વગર આવી દેખાય છે અર્પિતા મુખર્જી, કેશ ક્વીનની આ તસ્વીરો જોઈને માથું પકડી લેશો

બંગાળના શિક્ષક ભર્તી ઘોટાળમાં નામ આવ્યા બાદ કેશ ક્વીનના નામથી ફેમસ એવી અર્પિતા મુખર્જી પર ઇડી કડક બની રહી છે. ઇડીએ હાલ આ મમલામાં મુખ્ય આરોપી પાર્થ ચેટર્જી અને તેની નજીકની અર્પિતાની હિરાસત વધારી દીધી છે. આ બધા વચ્ચે હાલ અર્પીતાની અમુક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે જેમાં તે મેકઅપ વગરની દેખાઈ રહી છે.

મેકઅપ વગર અર્પિતાને ઓળખવી પણ મુશ્કેલ થઇ રહી છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર જ્યારે અર્પિતાને મેડિકલ માટે જોકાસ સ્થિત હોસ્પ્ટિલમાં લઇ જઇ રહી હતી ત્યારે તેની મેકઅપ વગરની તસવીરો કેમેરામાં કેદ થઇ હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. અર્પિતાનો મેકઅપ વઘરનો રિયલ ચહેરો જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે અને વિશ્વાસ નથી કરી શકતા કે શું આ અર્પિતા જ છે!

બંગાળના પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીના મળ્યા પછી અર્પિતાની કીસ્મત ચમકાઈ ગઈ હતી.બેલઢોરીયોમાં સાહદાર પરિવારમાં જન્મેલી અર્પિતા બાળપણથી જ નામ, પૈસા અને શોહરત કમાવવા માંગતી હતી. તેના માટે તે 16 વર્ષોથી જ મહેનત કરવા લાગી હતી. જો કે તેમાં તેને કંઈ ખાસ ન મળતા તે ઉડિયા ફિલ્મોમાં નાના મોટા સાઈડ રોલ કરવા લાગી અને ધીમે ધીમે અર્પિતાની ઓળખ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર સાથે વધવા લાગી.

અર્પિતા અને પાર્થ ચેટર્જીની મુલાકાત કલકતાના એક લોકલ ક્લબ આગળ થઇ હતી, અને ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા બંધાઈ અને અવાર-નવાર મળવાનું થતું રહેતું હતું. તેને નામ, પૈસા અને શોહરત બધું જ મળ્યુ.  જણાવી દઈએ કે અર્પિતા ઘર પર છાપેમારીમાં ઘણી અવૈદ્ય સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે. એવામાં પાર્થ બાદ અર્પિતાને પણ કસ્ટડીમાં લેવામાં આવી છે.

જેલમાં અર્પિતાની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. કેમ કે અર્પિતા અને જૉન્સ એજન્સી બંનેને અંદેશો છે કે તેની જાનને ખતરો થઇ શકે છે. હવે અર્પિતાને વધારે કેદીઓ સાથે રાખવામાં નહીં આવે અને તેના ભોજનનું પણ પહેલા ટેસ્ટ થશે જેના બાદ જ અર્પિતાને પીરસવામાં આવશે.આ સિવાય 24 કલાક, સાત દિવસ અર્પિતાને ગાર્ડની નિગરાનીમાં જ રાખવામાં આવશે. ઇડીને પુછપરછ કરવા માટે જેલમાં જ અનુમતિ હશે.

Krishna Patel