કન્યાના રૂપમાં ઘરે આવી માં દુર્ગા : નવરાત્રીના પહેલા દિવસે પિતા બન્યા અર્પિત રાંકા, શાનદાર અંદાજમાં કર્યું લક્ષ્મીનું સ્વાગત

મહાભારત શોના દુર્યોધનની ઘરે આવી નાની પરી….7 તસવીરો જોઈને ફેન્સ બોલ્યા માં દુર્ગા આવ્યા

આ સમયે સમગ્ર દેશમાં નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. દરેક લોકો નવરાત્રીના નવ દિવસ માતાની ભક્તિ અને આરતી કરતા હોય છે.  દરેક વ્યક્તિ મા દુર્ગાની ભક્તિના રંગમાં રંગાયેલા હોય છે. આ શુભ દિવસોમાં જો કોઈના ઘરમાં નાની દેવીનું આગમન થાય તો આનાથી સારી વસ્તુ શું હોઈ શકે. તાજેતરમાં મહાભારત ફેમ અર્પિત રાંકાના ઘરમાં એક નાની પરીની કિલકારીઓ ગુંજી છે. અર્પિત રાંકાની પત્ની નિધિએ નવરાત્રીના પહેલા દિવસે એટલે કે 7 ઓક્ટોબરે એક સુંદર દીકરીને જન્મ આપ્યો હતો.

નવરાત્રિ પર માતા દેવીના અવતારમાં આવેલા આ નાની પરીના આગમનને કારણે સમગ્ર પરિવારમાં ખુશીની લહેર છે. અર્પિત રાંકાએ એક પોસ્ટ શેર કરીને ચાહકો સાથે આ ખુશખબર શેર કરી હતી. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે – નાના નાના પગલાંથી માતા આવી અમારા ઘરે, નવરાત્રિના પહેલા દિવસે માતાના આશીર્વાદથી મને આજે એક પુત્રીના પિતા બનવાની તક મળી છે.

નવરાત્રિના શુભ અવસર પર કન્યા નહિ માતા સાક્ષાત દેવીના રૂપમાં અમારા ઘરે આવી છે. અર્પિત રાંકા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. અર્પિત ચાહકો સાથે તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર અપ ટુ ડેટ રહેતા હોય છે.

અભિનેતાએ પરિવાર સાથે મળીને નાની પરીનું ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું. જ્યારે તે બાળકને તેના હાથમાં લઈને ઘરે પહોંચ્યો ત્યારે તેણે કપડા પર બાળકના પગની છાપ લીધી હતી. આ પછી તેણે આરતી ઉતારીને લાડો સાથે પ્રવેશ કર્યો હતો. આ દરમ્યાનની તસવીરો ઇન્ટરનેટ પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. ચાહકોને તેની આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે.

જણાવી દઈએ કે અર્પિત રાંકાએ થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ 2012માં નિધિ સોમાની સાથે લગ્ન કર્યા હતા. 27 સપ્ટેમ્બર, 2016ના રોજ આ દંપતી એક આરાધ્ય પુત્રના માતાપિતા બન્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો અર્પિત રાંકાએ મહાભારતમાં દુર્યોધનની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયા હતા. તેઓ છેલ્લે દેવી આદિ પરશક્તિમાં જોવા મળ્યા હતા.

Patel Meet