દુનિયાના સૌથી રોમેન્ટિક શહેરમાં 12 વર્ષ મોટી ગર્લફ્રેન્ડ સાથે જન્મદિવસ મનાવશે અર્જુન કપૂર, કપલે શેર કરી એકબીજાની તસવીરો

પ્રાઇવેટ વેકેશન પર અર્જુન કપૂરે 48 વર્ષની ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરાની એવી એવી તસવીરો ક્લિક કરી, અભિનેત્રી કરી રહી હતી આ હરકત

બોલિવૂડનું પ્રખ્યાત કપલ ​​મલાઈકા અરોરા અને અર્જુન કપૂર તેમના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે. આ દિવસોમાં બંને પ્રેમના શહેર એટલે કે પેરિસમાં છે, જ્યાંથી બંને એકબીજાના ફોટા શેર કરી રહ્યાં છે. ક્યારેક મલાઈકા ફોટોગ્રાફર તરીકે તેના બોયફ્રેન્ડના ફોટા ક્લિક કરી રહી છે, તો ક્યારેક અર્જુન તેની પ્રેમિકાની છૂપી રીતે તસવીર ક્લિક કરી રહ્યો છે.

અર્જુન કપૂર 26 જૂને એટલે કે આવતીકાલે પોતાનો 37મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. આ માટે બંને પ્રાઇવેટ વેકેશન પર ગયા છે. પ્રેમને માણવા માટે પેરિસથી વધુ સારી જગ્યા કપલ માટે કોઇ ન હોઈ શકે. એટલા માટે બંને ત્યાં સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. રોમાન્સની સાથે સાથે મલાઈકા-અર્જુન પણ એકબીજાના ફોટા પાડવામાં પણ વ્યસ્ત છે. બંનેએ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાના ફોટો શેર કર્યા છે.

અર્જુન કપૂર ઘણીવાર ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાની તસવીરો લે છે. મલાઈકાએ સોશિયલ મીડિયા પર ઘણી વખત તેના સુંદર ફોટા શેર કર્યા છે અને કહ્યું છે કે તે ફોટોને અર્જુન દ્વારા ક્લિક કરવામાં આવ્યા છે. હવે અર્જુને તેની ઈન્સ્ટા સ્ટોરી પર મલાઈકા અરોરાની કેટલીક તસવીરો શેર કરી છે. ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરવામાં આવેલી આ તસવીરોમાંથી એક તસવીરમાં મલાઈકા અરોરા પ્રાઈવેટ પ્લેનમાં ઉભેલી જોવા મળી રહી છે.

આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં મલાઈકાએ ફેમસ ડિઝાઈનર ક્રિશ્ચિયન ડોરના કલેક્શનનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે. ત્યાં મલાઈકાએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર અર્જુન કપૂરનો પણ એક ફોટો શેર કર્યો છે. ફોટો પર પ્રતિક્રિયા આપતા અર્જુને લખ્યું કે, મલાઈકા આખરે સારા ફોટા પાડવાનું શીખી ગઈ છે. વેકેશનમાં બંને ખૂબ મજા પણ માણી રહ્યાં છે અને એકબીજાના ફોટા શેર કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, મલાઈકા અને અર્જુન પેરિસ જતા પહેલા મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

બંને તેમની ફ્લાઈટ માટે શાનદાર અને કમ્ફર્ટેબલ લુકમાં જોવા મળ્યા હતા. જ્યારે મલાઈકાએ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો, તો અર્જુન કપૂર બ્લુ ટી-શર્ટ, બ્લેક જીન્સ અને બ્લેક જેકેટ પહેરેલો જોવા મળ્યો હતો.જણાવી દઇએ કે, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા 2019થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. મલાઈકાએ સૌથી પહેલા અર્જુન કપૂર સાથેના પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા. પોસ્ટમાં મલાઈકાએ અર્જુનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તેને ઘણો પ્રેમ મોકલ્યો હતો.

મલાઈકા અને અર્જુનના લગ્નને લઈને ઘણી વખત અટકળો લગાવવામાં આવી છે. પરંતુ કપલનું કહેવું છે કે તેઓ અત્યારે લગ્ન વિશે વિચારી રહ્યા નથી. જો કે, અહેવાલો તો એવા પણ છે કે કપલ આ વર્ષના અંત સુધીમાં લગ્નના બંધનમાં બંધાઇ શકે છે.વર્કફ્રન્ટની વાત કરીએ તો, અર્જુન કપૂર પાસે આ વર્ષે ઘણી રસપ્રદ ફિલ્મો છે, જેમાં તે વિવિધ શૈલીમાં કામ કરતો જોવા મળશે.

અર્જુન ટૂંક સમયમાં મોહિત સૂરીની બહુપ્રતિક્ષિત ફિલ્મ એક વિલન 2 માં જોવા મળશે, જે 29 જુલાઈએ રિલીઝ થવાની છે. આ સિવાય તે આકાશ ભારદ્વાજની ‘કુત્તે’ અને અજય બહેલની ‘ધ લેડીકિલર’માં જોવા મળશે. તેની છેલ્લી ફિલ્મની વાત કરીએ તો, તે છેલ્લે ‘ભૂત પોલીસ’માં જોવા મળ્યો હતો.

Shah Jina