ડ્રગ્સ કેસના આરોપી અરબાઝ મર્ચેંટને કેમેરા સામે જ પિતા પર આવી ગયો ગુસ્સો, બોલ્યો- Stop It Dad- જુઓ વીડિયો

અરબાઝ મર્ચન્ટ કે જે ગયા મહિને મુંબઈમાં ક્રૂઝ પર કથિત ડગ પાર્ટીમાં પકડાયો હતો, તે શુક્રવારે મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓફિસે પહોંચ્યો હતો. આ દરમિયાન અરબાઝ મર્ચન્ટની સાથે તેના પિતા અસલમ મર્ચન્ટ પણ હતા. તમને જણાવી દઈએ કે ડગ પાર્ટીમાં પકડાયેલા આરોપીઓને બોમ્બે હાઈકોર્ટે એ શરતે જામીન આપ્યા હતા કે તેઓ દર શુક્રવારે NCB ઓફિસમાં હાજર થશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં અરબાઝ NCB ઓફિસમાંથી બહાર નીકળતો જોવા મળે છે. સાથે જ તેના પિતા પણ છે. NCB ઑફિસમાંથી બહાર નીકળતી વખતે, અરબાઝના પિતા પેપરાજી આગળ ઊભા રહી જાય છે અને કેમેરા સામે પોઝ આપવા લાગે છે અને અરબાઝને પણ આવું કરવા કહે છે. અરબાઝ તેના પિતાની વાત સાંભળીને એક સેકન્ડ માટે અટકી જાય છે, પરંતુ તે થોડું સમજે છે કે તરત જ તેના પિતાને ફોટા પડાવાનું બંધ કરી દે છે. તે બાદ તે તેના માથા પર હાથ મૂકીને તેના પિતાને Stop It Dad કહે છે અને પછી કારમાં જઇ બેસી જાય છે.

જણાવી દઈએ કે મુંબઈ ક્રૂઝ ડગ કેસમાં અરબાઝ મર્ચન્ટને કોર્ટે કેટલીક શરતો પર જામીન આપ્યા હતા. તે શરતોમાં એક શરત એવી પણ હતી કે તેણે દર અઠવાડિયે NCB ઓફિસમાં હાજર રહેવું પડશે અને આ જ પ્રક્રિયા માટે અરબાઝ મર્ચન્ટ શુક્રવારે NCB ઓફિસ પહોંચ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina