A.R. રહેમાનની દીકરી બની દુલ્હન, સામે આવી લગ્નની શાનદાર તસવીરો, જુઓ કેવો હતો સેલેબ્સની દીકરીના લગ્નનો વૈભવી ઠાઠ-માઠ

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ઘણા બધા લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, સામાન્ય માણસો સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાવવાની તસવીરો શેર કરતા રહે છે. ત્યારે હાલમાં જ એક સેલેબ્સની દીકરીના લગ્નની તસવીરો સામે આવી છે. હિન્દી સિનેમાના પ્રખ્યાત અને દિગ્ગજ સંગીતકાર એ.આર. રહેમાનની દીકરીના લગ્ન થયા જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

આ સમયે એઆર રહેમાનના ઘરમાં ખુશીનો માહોલ છે. પીઢ ગાયક એઆર રહેમાનની પુત્રી ખતિજાએ લગ્ન કરી લીધા છે. રહેમાને ખુદ દીકરીના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યા છે. રહેમાનની દીકરીના લગ્નના સમાચાર મળતાની સાથે જ સોશિયલ મીડિયા પર ચાહકોથી લઈને સ્ટાર્સ તેમને અભિનંદન આપી રહ્યા છે.

એઆર રહેમાને ફેમિલી ફોટો શેર કરીને દીકરીના લગ્નના સમાચાર આપ્યા છે. ફોટામાં, નવવિવાહિત યુગલ ખતિજા અને રિયાસદીન સોફા પર બેઠા છે જ્યારે તેમના પિતા એઆર રહેમાન, માતા સાયરા બાનુ, ભાઈ એઆર અમીન અને મોટી બહેન રહીમા રહેમાન તેમની પાછળ ઉભા છે. સાથે જ રહેમાનની માતાની તસવીર પણ બાજુમાં રાખવામાં આવી છે.

લગ્ન પર પુત્રીને અભિનંદન અને આશીર્વાદ આપતા એઆર રહેમાને લખ્યું, ‘ભગવાન આ દંપતીને આશીર્વાદ આપે. આપ સૌના અભિનંદન અને પ્રેમ માટે અગાઉથી આભાર.’ ચાહકો અને સેલેબ્સ પણ ખતિજા અને તેના પતિને અભિનંદન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘વાહ, તમને બંનેને અભિનંદન.’ બીજાએ લખ્યું, ‘સમગ્ર પરિવારને શુભેચ્છાઓ.’

ખતિજા અને રિયાસદીનની સગાઈ ડિસેમ્બર 2021માં થઈ હતી. ખાતિજાએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર આ સમાચાર આપ્યા હતા. વેડિંગ આઉટફિટની વાત કરીએ તો ખતિજાએ ક્રીમ કલરનો સુંદર ફ્લોરલ પ્રિન્ટ સૂટ-સલવાર પહેર્યો હતો. તે જ સમયે તેનો પતિ રિયાસદ્દીન રિયાન ક્રીમ કલરની મેચિંગ શેરવાનીમાં જોવા મળ્યો હતો. રિયાસદ્દીન રિયાનના પ્રોફેશન વિશે વાત કરીએ તો તે સાઉન્ડ એન્જિનિયર છે. તે લાંબા સમયથી એઆર રહેમાન સાથે કામ કરી રહ્યો છે.

Niraj Patel