એપ્રિલ 2026 નો મહિનો ગ્રહોની ચાલની દ્રષ્ટિએ અત્યંત ગંભીર સાબિત થઈ શકે છે. મીન રાશિમાં આશરે 30 વર્ષ બાદ સૂર્ય, શનિ, મંગળ અને બુધ એમ ચાર શક્તિશાળી ગ્રહોની યુતિ થવા જઈ રહી છે. જ્યોતિષશાસ્ત્રમાં આને ‘ચતુર્ગ્રહી યોગ’ કહેવામાં આવે છે, જે અમુક રાશિઓ માટે પડકારજનક સમય લાવશે. ખાસ કરીને મેષ, કન્યા, તુલા અને મીન રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન આર્થિક, માનસિક અને પારિવારિક બાબતોમાં અત્યંત સાવધ રહેવાની જરૂર છે.

જ્યોતિષીય ગણતરી મુજબ, એપ્રિલ મહિનામાં મીન રાશિમાં ગ્રહોનો એવો સંયોગ બની રહ્યો છે જે છેલ્લે ત્રણ દાયકા પહેલા જોવા મળ્યો હતો. 2 એપ્રિલે મંગળના ગોચર બાદ સૂર્ય, બુધ અને શનિ પણ આ જ રાશિમાં બિરાજમાન થતા મુશ્કેલીઓ વધી શકે છે.

મેષ રાશિ:
તમારી રાશિ પર અત્યારે શનિની સાડાસાતીની અસર છે. મંગળનું 12મા ભાવમાં ગોચર રોકાણ સંબંધિત યોજનાઓમાં નુકસાન કરાવી શકે છે. પારિવારિક જીવનમાં તણાવ રહેશે અને મહત્ત્વના કાર્યો અટકી શકે છે.

કન્યા રાશિ:
મીન રાશિમાં બનતી આ યુતિની સીધી અસર તમારા સાતમા ભાવ પર પડશે. લગ્નજીવન અને સંબંધોમાં ખટરાગ પેદા થઈ શકે છે. વેપારમાં કોઈ નવું સાહસ અત્યારે ટાળવું હિતાવહ છે.

તુલા રાશિ:
મંગળની દ્રષ્ટિ તમારા પર હોવાથી કરિયરમાં સખત મહેનત કરવી પડશે. કોઈ પણ પ્રકારની બેદરકારી ભારે પડી શકે છે. નાણાકીય વ્યવહારમાં છેતરાવાની શક્યતા હોવાથી સાવચેત રહેવું.

મીન રાશિ:
તમારી જ રાશિમાં આ ગ્રહો ભેગા થઈ રહ્યા છે અને સાડાસાતીનો બીજો તબક્કો ચાલે છે. આર્થિક બાબતોમાં ખેંચતાણ અનુભવાશે. નોકરીમાં અનિચ્છનીય બદલી કે સ્થાન પરિવર્તનના યોગ છે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)
