બોલીવુડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા અને પતિ વિરાટ કોહલી ક્રિકેટ અને ફિલ્મ જગતના ક્યૂટ કપલમાંના એક માનવામાં આવે છે. આગળના જાન્યુઆરી મહિનામાં બંન્ને માતા-પિતા બન્યા છે, અનુષ્કાએ ક્યૂટ દીકરી વામિકાને જન્મ આપ્યો હતો.
View this post on Instagram
એવામાં દીકરીના જન્મના ત્રણ મહિનામાં જ અનુષ્કા ફરીથી પોતાના કામ પર પરત ફરી છે.કહેવામાં આવ્યું હતું કે અનુષ્કા મેં મહિનાના અંતમાં પોતાનું કામ શરૂ કરશે પણ તેણે તાજેતરમાં જ પોતાનું કામ શરૂ કરી દીધું છે.

અનુષ્કા એક એડ શૂટ દરમિયાન સ્ટુડિયોની બહાર સ્પોટ થઇ હતી અને આ દરમિયાન તે પહેલાં જેમ એકદમ ફિટ દેખાઈ રહી હતી. માતા બન્યા પછી પણ અનુષ્કાની ફિટનેસ જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. આ સમયે અનુષ્કાએ વ્હાઇટ ટોપ અને લુઝ જીન્સ પહેરી રાખ્યું હતું, આ સિવાય તેણે વ્હાઇટ શૂઝ અને વ્હાઇટ માસ્ક પણ પહેરી રાખ્યું હતું.

અનુષ્કાની આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે અને અનુષ્કાના આ અવતારને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. એવામાં એક વ્યક્તિએ કહ્યું કે,”અનુષ્કાનો શેપ પહેલા કરતા પણ સારો બની ગયો છે. તે એક માં બની ગઈ છે અને તે પોતાની પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફમાં સંતુલન બનાવી રાખી શકે તેમ છે. તે સમયની એકદમ પાક્કી છે”.

અનુષ્કા છેલ્લી વાર શાહરુખ ખાન સાથે ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી, જેના પછી અનુષ્કાએ એકપણ ફિલ્મની ઘોષણા કરી નથી. પણ મળેલી જાણકારીના આધારે અનુષ્કાએ પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામીની બાયોપિક સાઈન કરી છે. જો કે અનુષ્કાએ આ ફિલ્મ વિશેની કોઈ જ ઘોષણા કરી નથી.