રસ્તા વચ્ચે ભોલેનાથનું રૂપ ધારણ કરીને અભિનેતા અનુપમ ખેરે શેર કર્યો “ધ કાશ્મીર ફાઇલ્સ”નો BTS વીડિયો, જુઓ

11 માર્ચે રિલીઝ થયેલી કાશ્મીર ફાઇલ્સ તેની સ્ટોરીથી દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. આ ફિલ્મને રિલીઝ થયાને 5 દિવસ થઈ ગયા છે, પરંતુ આ ફિલ્મનો ક્રેઝ સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ફિલ્મના લીડ રોલમાં દેખાઈ રહેલા અભિનેતા અનુપમ ખેરે આ ફિલ્મનો BTS વીડિયો શેર કર્યો છે. જ્યારથી અનુપમ ખેરે આ વીડિયો પોતાના ઈન્સ્ટા પર શેર કર્યો, ત્યારથી આ વીડિયો જોતા જ વાયરલ થઈ ગયો. આ વીડિયોમાં અનુપમ ખેરને ઓળખવા દર્શકો માટે ખૂબ જ મુશ્કેલ હતા. કારણ કે આ દરમિયાન તેમના ચહેરા પર બાબા ભોલેનાથનો રંગ લગાવવામાં આવ્યો હતો.

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફેન્સ સાથે પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલા અપડેટ્સ પણ શેર કરે છે. ત્યારે હાલમાં તેમને જે વીડિયો શેર કર્યો છે તેમાં અનુપમ ખેર કાળા ડ્રેસમાં રસ્તાની વચ્ચે હાથમાં ટોપલી સાથે જોવા મળે છે.

આ વીડિયોને શેર કરતી વખતે અનુપમ ખેરે કેપ્શનમાં લખ્યું છે કે પડદા પાછળ, આ સાથે તેમણે ઘણા હેશટેગ્સનો પણ ઉપયોગ કર્યો છે. જેમ કે – કાશ્મીર ફાઇલ્સ, કાશ્મીરી પંડિત, ઓમ નમઃ શિવાય. આ સાથે અનુપમ ખેરે આ વીડિયોમાં શિવ તાંડવને બેકગ્રાઉન્ડમાં મૂક્યો છે.

અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ “ધ કાશ્મીર ફાઇલ્સ” ખુબ જ ચર્ચામાં છે. ફિલ્મના વધી રહેલા ક્રેઝને જોતા, ફિલ્મનું કલેક્શન દિવસેને દિવસે વધી રહ્યું છે, ફિલ્મ જોનારા લોકો પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શકતા નથી અને ફિલ્મ જોયા પછી રડી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર પર આધારિત છે. જેઓને આતંકવાદના શરૂઆતના દિવસોમાં કાશ્મીરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. કાશ્મીર ફાઈલ્સે કાશ્મીરી હિંદુઓની પીડાને સ્ક્રીન પર દર્શાવી છે. આ ફિલ્મમાં કાશ્મીરીઓના ઘા અને વેદનાઓ દર્શાવવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

આ અઠવાડિયાની શરૂઆતમાં, અનુપમ ખેરે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમના ચાહકોને થિયેટરોમાં કાશ્મીર ફાઇલ્સ જોવા વિનંતી કરી હતી. અભિનેતાએ વીડિયોની શરૂઆતમાં પોતાનો પરિચય આપ્યો અને ખુલાસો કર્યો કે તેમણે અત્યાર સુધીમાં 522 ફિલ્મો કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે તેમણે આ ફિલ્મમાં અભિનય કર્યો નથી કારણ કે કાશ્મીર ફાઇલ્સ માત્ર સંવાદ આધારિત ફિલ્મ નથી. અભિનેતાએ આગળ 1990ના નરસંહાર વિશે વાત કરી અને ઉલ્લેખ કર્યો કે કેવી રીતે સમગ્ર દેશ કાશ્મીરી પંડિતોની સ્થિતિથી અજાણ હતો. તેણે કહ્યું, કે “કાશ્મીર ફાઇલ્સ એક ફિલ્મ કરતાં વધુ છે.

Niraj Patel