અનિતા હસનંદાનીએ કરી પોતાના દીકરાની પહેલી તસ્વીર શેર, ખોળામાં લઈને અભિવ્યક્ત કરી રહી હતી પ્રેમ

ટીવીની સૌથી ખ્યાતનામ અભિનેત્રી અનિતા હસનંદાની હવે માતા બની ગઈ છે, તેને એક ખુબ જ સુંદર દીકરાને જન્મ આપ્યો છે, હવે અનિતાએ દીકરાની પહેલી તસવીર પણ શેર કરી છે. જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

અનિતાએ માતા બન્યા બાદ પોતાની પહેલી તસવીર શેર કરી છે જેમાં તે પોતાના પતિ રોહિત રેડ્ડી સાથે નજર આવી રહી છે. અનિતા 9 ફેબ્રુઆરીના રોજ માતા બની હતી અને તેને એક દીકરાને જન્મ આપ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Rohit Reddy (@rohitreddygoa)

છેલ્લા થોડા સમયમાં ઇન્ડસ્ટ્રીમાંથી કેટલીક ખુશ ખબરીઓ આવી છે. અનુષ્કાના દીકરી જન્મની ખુશ ખબરી આપ્યા બાદ ટીવીની ખ્યાતનામ અભિનેત્રી અનિતાએ પણ દીકરા જન્મની ખુશ ખબરી આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)

અનિતા અને રોહિતના લગ્ન વર્ષ 2013માં થયા હતા અને 8 વર્ષથી પણ વધારે સમય બાદ તે માતા બની છે. અનિતાએ શેર કરેલી તસ્વીરની અંદર તેની માતા બનવાની ખુશી પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. તો અનિતાનો પતિ રોહિત પણ ખુબ જ ખુશ નજર આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)

આ તસ્વીરની અંદર જોઈ શકાય છે કે અનિતા બાળકને ખોળામાં લઈને બેઠી છે અને તેના ચહેરા ઉપર તેને એક ઈમોજી પણ લગાવી દીધું છે. અનિતા અને રોહીત ખુબ જ પ્રેમથી પોતાના બાળકને નિહાળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rohit Reddy (@rohitreddygoa)

અનિતાની આ તસ્વીર ઉપર તેના ચાહકોથી લઈને સેલેબ્રિટીઓ પણ શુભકામનાઓ પાઠવી રહ્યા છે. કરણબીર બોહરા, બેનાફશા સુનાવાલા , કિશ્વર મર્ચન્ટ જેવા તમામ ઇન્ડસ્ટ્રીના ચાહકો અનિતા માટે પ્રેમ વરસાવી રહ્યા છે.

Niraj Patel