અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન્સ પતાવી જામનગરથી રવાના થતા જોવા મળ્યા અનિલ અંબાણી અને ટીના અંબાણી- જુઓ વીડિયો

ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન ઓશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ હાઈપ્રોફાઈલ ઇવેન્ટમાં દેશ જ નહિ પરંતુ વિશ્વભરમાંથી મહાનુભાવોએ હાજરી આપી હતી.

આ ખાસ પ્રસંગમાં ભાગ લેવા માટે મુકેશ અંબાણીના ભાઇ અનિલ અંબાણી પણ પોતાના પૂરા પરિવાર સાથે જામનગર આવ્યા હતા.અનિલ અંબાણી તેમની પત્ની ટીના અંબાણી અને પુત્રો તેમજ પુત્રવધૂ સાથે જામનગર પહોંચ્યા હતા.

ત્યારે પ્રી વેડિંગ બાદ અનિલ અંબાણી અને ટીના અંબાણી પરિવાર સાથે જામનગરથી મુંબઇ પરત ફર્યા છે. આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં અનિલ અંબાણી-ટીના અંબાણી પેપરાજીને પોઝ આપતા જોઇ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina