રાધિકા અને અનંતના પ્રિ વેડિંગ સેલિબ્રેશન માટે દુલ્હનની જેમ સજી રહ્યું છે જામનગર, વેન્યુનો વીડિયો થઇ રહ્યો છે વાયરલ, જુઓ

શાહી લગ્નની મોટી ઇવેન્ટની તૈયારીઓનો અંતિમ ઓપ, જુઓ કેવી થઇ સજાવટ, અને કેવો છે રજવાડી તામઝામ, આખું જામનગર દુલ્હન બની ગયું, વાયરલ થયા વીડિયો

Anant-Radhika prewedding venue : રાધિકા અને અનંતના પ્રિ વેડિંગ ફંક્શનની તૈયારીઓ જામનગરમાં જોર શોરથી ચાલી રહી છે. આ દરમિયાન જામનગર પણ દુલ્હનની જેમ સજી રહ્યું છે. સાથે જ દેશ અને દુનિયાના મોટા મોટા સેલેબ્સ પણ આ સેરેમનીમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે, જેના કારણે સુરક્ષાના પણ ચુસ્ત બન્દોબસ્ત કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળી રહ્યા છે.

દુલ્હનની જેમ સજ્યું જામનગર :

ત્યારે હાલ તેમની પ્રિ વેડિંગ સેરેમની જ્યાં થવાની જે તે જગ્યાનો વીડિયો પણ સામે આવ્યો છે અને તે ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે. અંબાણી પરિવારમાં યોજાઈ રહેલી આ ભવ્ય ઇવેન્ટનું આયોજન “રિલાયન્સ ગ્રીન્સ”માં કરવામાં આવી રહ્યું છે. સામે આવેલા વીડિયોમાં રિલાયન્સ ગ્રીન્સનો ભવ્ય દરવાજો પણ જોવા મળી રહ્યો છે, જેના પર રિલાયન્સનો લોકો અને “રિલાયન્સ ગ્રીન્સ” લખેલું જોવા મળી રહ્યું છે.

વેન્યુનો વીડિયો આવ્યો સામે :

આ ઉપરાંત અંદર જે સજાવટ ચાલી રહી છે તેનો પણ વીડિયો સામે આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે આખી પ્રોપર્ટીને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે. આ વીડિયોને જોઈને આ સેરેમનીમાં સામેલ ના થનારા ચાહકો પણ અભિભૂત થઇ ગયા છે. તમને જણાવી દઈએ કે જામનગરમાં 1થી 3 માર્ચ સુધી રાધિકા અને અનંતની પ્રિ વેડિંગ સેરેમની ઉજવાશે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

દેશ અને દુનિયાના દિગ્ગજો થશે સામેલ :

તેમની આ સેરેમનીમાં બૉલીવુડ, હોલીવુડ, રાજકારણ તેમજ બિઝનેસ જગતના ઘણા બધા દિગ્ગજો જામનગરમાં આવી પહોંચશે. ઘણા કલાકારોનું જામનગર એરપોર્ટ પર આગમન પણ થઇ ગયું છે અને તેના વીડિયો પણ સામે આવી રહ્યા છે. આ પ્રસંગે પોપ આઇકોન રિહાના, અભિનેતા-ગાયક દિલજીત દોસાંઝ અને અરિજિત સિંહ સહિત અન્ય લોકો પણ પરફોર્મ કરવાના છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Niraj Patel