અંબાણીની પાર્ટીમાં વહુ રાધિકાએ લાગ્યો ગ્લેમરનો તડકો, આ બૉલીવુડ દિગ્ગજોએ પણ લૂંટી મહેફિલ, જુઓ કેટલા સુંદર દેખાતા હતા
ભલે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જુલાઇમાં લગ્નના બંધનમાં બંધાવાના હોય પરંતુ આ પહેલા તેમના પ્રી વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગરમાં ચાલી રહ્યા છે આજે સેલિબ્રેશનનો બીજો દિવસ છે પરંતુ આ પહેલા ગઇકાલે એટલે કે 1 માર્ચે કોકટેલ પાર્ટી યોજાઇ હતી, જેમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, કિયારા અડવાણી, આલિયા ભટ્ટ અને અક્ષય કુમાર સહિત અન્ય ઘણી હસ્તીઓ તેમની ઉપસ્થિતિથી સેલિબ્રેશનની પહેલી સાંજને ખાસ બનાવી હતી.
1 માર્ચથી શરૂ થયેલ પ્રી વેડિંગ સેરેમનીના પ્રથમ દિવસે કોકટેલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા વૈશ્વિક સ્ટાર્સે ગ્લેમરનો સ્પર્શ ઉમેર્યો. ઈશા અંબાણી 3ડી ચેરી બ્લોસમ અને મૈગનોલિયા ફૂલોથી સજાવવામાં આવેલ મિસ સોહી કોઉચરમાં અદભૂત લાગી રહી હતી, જ્યારે અંબાણી પરિવારની થનારી વહુ રાધિકા મર્ચન્ટે એટેલિયર વર્સાચે કોઉચર પીચ-ટોન્ડ ગાઉન પહેર્યુ હતુ,.
આ લુકમાં તે આકર્ષણનું કેન્દ્ર રહી હતી. જ્યારે અનંત અંબાણી સફેદ શર્ટ સાથે બ્લેક સૂટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. નીતા અંબાણીએ સ્ટાઇલિશ વાયોલેટ આઉટફિટમાં ગ્લેમરનો સ્પર્શ ઉમેર્યો હતો. જ્યારે અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા રેડ ગાઉનમાં જોવા મળી હતી અને આકાશ અંબાણી બ્લેક-રેડ સૂટમાં જોવા મળ્યો હતો.
આ કોકટેલ પાર્ટીમાં માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ પણ હાજર રહ્યા હતા. 1 માર્ચના રોજ યોજાયેલ કોકટેલ નાઈટમાં ઇન્ટરનેશનલ પોપ સિંગર રિહાનાએ પહેલીવાર ભારતમાં તેનું સ્ટેજ પરફોર્મન્સ આપ્યુ અને ધૂમ મચાવી દીધી. રિહાનાએ તેના પરફોર્મન્સથી કોકટેલ નાઇટને મંત્રમુગ્ધ કરી દીધી હતી. રિહાનાએ આ પાર્ટી માટે નિયોન-ગ્રીન ચમકદાર સી-થ્રુ ડ્રેસ સાથે રેડ કેપ પહેરી હતી.
રિહાનાના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાંથી એક વીડિયોમાં તે અદભૂત ડાન્સ મૂવ્સ બતાવતી જોવા મળી રહી છે. આ ઉપરાંત તેણે અનંત અને રાધિકાને તેમના નવા જીવન માટે અભિનંદન પણ આપ્યા હતા. આટલું જ નહીં રિહાનાએ અંબાણી પરિવાર સાથે સ્ટેજ પર ડાન્સ પણ કર્યો હતો.
આ ઉપરાંત બોલિવૂડના પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ કે જે ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે, તેઓ પણ કેમેરાની સામે પોઝ આપતા જોવા મળ્યા હતા. સફેદ સૂટમાં રણવીર ડેશિંગ લાગી રહ્યો હતો જ્યારે દીપિકા બ્લેક ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. પૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી અને વ્હાઇટ હાઉસની ભૂતપૂર્વ સલાહકાર ઇવાન્કા ટ્રમ્પે પણ તેના પરિવાર સાથે આ ઇવેન્ટમાં હાજરી આપી હતી.
કિયારા અડવાણી બ્લેક બોડીકોન ગાઉનમાં જોવા મળી જ્યારે ક્રિકેટર એમએસ ધોની તેની પત્ની સાક્ષી ધોની બ્લેક લુકમાં ટ્યુનિંગ કરતા જોવા મળ્યા. મેટા સીઇઓ માર્ક ઝુકરબર્ગ અને તેની પત્નીએ પણ કોકટેલ નાઇટમાં હાજરી આપી સુંદરતામાં વધારો કર્યો હતો. નતાશા પૂનાવાલા અને અદાર પૂનાવાલાએ પણ આ ઈવેન્ટમાં હાજરી આપી હતી.
કોકટેલ નાઇટ માટે નતાશાએ સ્ટાઇલિશ ચમકદાર સિલ્વર ગાઉન પસંદ કર્યુ હતુ અને આદરે સફેદ શર્ટ સાથે બ્લુ સૂટ પહેર્યો હતો. અજય દેવગન, અક્ષય કુમાર અને અમન દેવગન પણ ઇવેન્ટમાં સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.
આ સાંજ માટે મોટાભાગના લોકોએ બ્લેક આઉટફિટ્સ પસંદ કર્યા હતા. જ્યારે બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર પતિ સૈફ અલી ખાન અને મોટા પુત્ર તૈમુર અલી ખાન સાથે પોઝ આપતી જોવા મળી હતી. સાઈના નેહવાલે કોકટેલ નાઈટ માટે લાલ સિક્વિન ગાઉન પસંદ કર્યું.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીનો માહોલ જ અલગ હતો. અનંતની દુલ્હન રાધિકા મર્ચન્ટે કોકટેલ નાઈટ માટે અદભૂત લુક પસંદ કર્યો હતો. જ્યારે તેની સાસુ નીતા અંબાણી પર્પલ ગાઉનમાં જોવા મળ્યા હતા.
View this post on Instagram