મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ સેલિબ્રેશન 1 માર્ચથી 3 માર્ચ સુધી ગુજરાતના જામનગરમાં યોજાયુ, આ હાઇપ્રોફાઇલ ઇવેન્ટમાં મોટી મોટી હસ્તિઓ સામેલ થઇ હતી. ત્યારે પ્રી-વેડિંગના ત્રીજા દિવસે અંબાણી પરિવારે વિવિધ સમારંભોનું આયોજન કર્યું હતું, જે સવારે 10:30 વાગ્યાથી શરૂ થઈ મોડી રાત સુધી ચાલ્યુ હતુ. આમાંથી એક સેરેમની હતી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની હસ્તાક્ષર સેરેમની.
સાંજે 6 વાગ્યે ગુજરાતના જામનગર ખાતેના શરૂ થયેલ આ સેરેમની માટે ખાસ ડ્રેસ કોડ હેરિટેજ ઇન્ડિયન રાખવામાં આવ્યો હતો. આ ખાસ અવસર પર રાધિકા સુંદર પેસ્ટલ લહેંગામાં જોવા મળી હતી. તો અનંત પણ મેચિંગ શેરવાનીમાં જોવા મળ્યો હતો. સેરેમની દરમિયાન બંને એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે હસ્તાક્ષર સેરેમનીમાં એક પછી એક હસ્તાક્ષર કર્યા.
આ દરમિયાનની અનંત અને રાધિકાની ઘણી નવી તસવીરો સામે આવી છે, જેના પર લોકો તેમનો પ્રેમ વરસાવી રહ્યા છે. એક તસવીરમાં અનંત તેની થવાવાળી પત્ની રાધિકાને કિસ કરતો પણ જોવા મળી રહ્યો છે.આ સિવાય રાધિકાની પણ ઘણી તસવીરો સામે આવી છે. હસ્તાક્ષર સેરેમનીમાં રાધિકા અનંત માટે ડાંસ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. જો કે, ઘણા લોકો આ હસ્તાક્ષર સેરેમનીને સમજી શક્યા નથી અને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની અટકળો લગાવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર આની ખૂબ ચર્ચા થઈ રહી છે. જાહ્નવી કપૂરે એક તસવીર પણ શેર કરી હતી જેમાં અનંત અને રાધિકા ગણેશજીની મૂર્તિની સામે ઊભા છે અને ત્યાં પંડિતજી પણ હોય છે. બંને એક એક કરીને પેન વડે કંઈક લખતા જોવા મળે છે. ત્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે આ વિધિ દરેકના ઘરે નથી થતી પરંતુ અંબાણી પરિવારે એક જૂની વિધિમાં થોડો ફેરફાર કર્યો છે.
કેટલાક લોકો કહી રહ્યા છે કે રાધિકા અને અનંતે ગણપતિની સામે તેમના લગ્નના કાર્ડ પર સહી કરીને ભગવાનને પહેલું આમંત્રણ આપ્યું છે. આ ધાર્મિક વિધિ હિન્દુ પરિવારોમાં વર અને કન્યાના ઘરે થાય છે. બંને અલગ-અલગ ગણેશજીને પહેલું કાર્ડ અર્પણ કરે છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે રાધિકા અને અનંતે સત્તાવાર રીતે એક થવાની આ એક પ્રકારની જાહેરાત છે. બંને પરિવારોની સંમતિ બાદ રાધિકા અને અનંતે તેના પર હસ્તાક્ષર કર્યા છે.
જો કે, રાધિકા અને અનંતે કયા પ્રકારના કાગળો પર હસ્તાક્ષર કર્યા તે બહાર આવ્યું નથી. હસ્તાક્ષર સેરેમનીના અવસર પર અંબાણી પરિવારની ભાવિ પુત્રવધૂએ પ્રખ્યાત ફેશન ડિઝાઇનર તરુણ તહિલિયાની દ્વારા ડિઝાઇન કરેલ પેસ્ટલ લહેંગો પહેર્યો હતો, જે તેના માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો હતો. આ લહેંગા સાથે રાધિકાએ એક નહીં પરંતુ બે દુપટ્ટા કેરી કર્યા હતા.
જણાવી દઈએ કે, રાધિકાનો આ લહેંગો સિલ્ક અને ઓર્ગેંજા મિક્સ્ડ ફેબ્રિકમાંથી બનાવવામાં આવ્યો છે, જેના પર તેણે ડાયમંડ જ્વેલરી કેરી કરી હતી. ઉલ્લેખનીય છે કે, અનંત અને રાધિકા આ વર્ષે 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. આ લગ્ન મુંબઈમાં થવાના છે એવી અટકળો ચાલી રહી છે. આ ઉપરાંત એવું પણ કહેવાઇ રહ્યુ છે કે લગ્નમાં બોલિવુડ અને ક્રિકેટ જગતની હસ્તિઓને પણ આમંત્રણ આપવામાં આવશે.
View this post on Instagram
જુઓ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની લવ સ્ટોરીનો વીડિયો