મુકેશ અંબાણીના એન્ટિલિયામાં આજે જશ્નનો માહોલ, દીકરા અનંત અંબાણીની આજે થશે સગાઈ, તસવીરો જીતી રહી છે લાખો લોકોના દિલ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આજે બંધાઈ જશે સગાઈના બંધનમાં, એન્ટિલિયામાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું.. જુઓ તસવીરો

દેશ અને દુનિયાના ખ્યાતનામ ઉદ્યોગપતિઓમાંથી એક એવા મુકેશ અંબાણી અને તેમનો પરિવાર તેમના વૈભવી જીવનના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. તેમના ઘરમાં કોઈ નાનામાં નેનો પ્રસંગ હોય તો પણ તેના પર લોકોની નજર રહેતી હોય છે અને આવા પ્રસંગોની તસવીરો સામે આવતા જ વાયરલ પણ થઇ જતી હોય છે.ત્યારે હાલમાં જ હવે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે,

ત્યારે તેની એક એક અપડેટ મેળવવા માટે લોકો પણ આતુર છે. ગત રોજ મુકેશ અંબાણીના ઘરની થનારી વહુ રાધિકા મર્ચેન્ટની મહેંદીની તસવીરો પણ સામે આવી હતી. ત્યારે આજે હવે રાધિકા અને અનંત સગાઈ પણ કરવાના છે.મીડિયા રિપોર્ટ અનુસાર અનંત અને રાધિકા મર્ચેન્ટની સગાઈ મુકેશ અંબાણીના આલીશાન મહેલ જેવા ઘર એન્ટિલિયામાં થવાની છે.

Credit: Instagram/instantbollywood

અનંત અંબાણીની સગાઈ દેશના દિગ્ગજ બિઝનેસમેન વીરેન મર્ચેન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે થવાની છે. જેના માટેની સંપૂર્ણ તૈયારીઓ પણ પૂર્ણ થઇ ચુકી છે.તમને જણાવી દઈએ કે ગત 29 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના શ્રીનાથદ્વારના શ્રીનાથજી મંદિરમાં રાધિકાની રોકા સેરેમની કરવામાં આવી હતી. જેના બાદથી જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

Credit: Instagram/instantbollywood

જો કે હજુ સુધી લગ્નની તારીખની જાહેરાત કરવામાં નથી આવી. જણાવી દઇએ કે, રાધિકા કરોડોની સંપત્તિની માલકિન છે. રાધિકાની નેટ વર્થ 8-10 કરોડ રૂપિયા જેટલી છે. જેની તે એકમાત્ર માલકિન છે.રાધિકાનો જન્મ 16 જાન્યુઆરીએ વિરેન અને શૈલા મર્ચન્ટના ઘરે થયો હતો.

વિરેન મર્ચન્ટ એડીએફ ફૂડ્સના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તેમજ એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ અને વાઇસ ચેરમેન છે. રાધિકાને બે બહેનો છે. રાધિકાની માતા શૈલા પણ એક બિઝનેસવુમન છે. તેમના પરિવારને કચ્છિયા ભાટિયા પરિવાર કહેવામાં આવે છે.તેઓ મૂળ કચ્છના છે. રાધિકા મર્ચન્ટે ‘બીડી સોમાણી ઈન્ટરનેશનલ સ્કૂલ’માંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું છે.

Credit: Instagram/instantbollywood

આ સિવાય ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. ન્યૂયોર્કમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવ્યા પછી, તે ઇસ્પ્રાવા ટીમમાં એક્ઝિક્યુટિવ તરીકે જોડાઇ. તે એક રિયલ એસ્ટેટ ફર્મ છે જે સારા પરીક્ષણો ધરાવતા લોકો માટે હોલિડે હોમ બનાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

પરંતુ આશા રાખવામાં આવી રહી છે કે રાધિકા અને અનંતની સગાઈ બાદ એક ભવ્ય સમારંભની અંદર બહુ જ જલ્દી આ કપલ લગ્નના બંધનમાં પણ બંધાઈ જશે. અંબાણી અને મર્ચન્ટ પરિવારમાં પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. અગાઉ મંગળવારે કપલે તેમના મહેંદી ફંક્શનનું આયોજન કર્યું હતું. જેની તસવીરો સામે આવી હતી. હવે આજે મુંબઈમાં મુકેશ અંબાણીની એન્ટિલિયા ખાતે સગાઈનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.

Niraj Patel