મમ્મીનો હાથ પકડીને બેઠેલું આ બાળક આજે સાચવી રહ્યું છે 137 કંપનીઓની કમાન, ઓળખો કોણ છે તે
Anand Mahindra Rare Photo With His Mother : દુનિયાભરમાં એવા ઘણા લોકો છે જેમણે પોતાની મહેનતથી એક આગવું નામ ઉભું કર્યું છે. ના ફક્ત કમાણીના મામલામાં પરંતુ દરેક ક્ષેત્રમાં આગવી સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારે તમેનો જીવન સંઘર્ષ પણ ઘણા લોકો માટે પ્રેરણાદાયક બનતો હોય છે. આવી ઘણી કહાનીઓ તમે જોઈ સાંભળી હશે અને ઘણા લોકોને તમે આદર્શ પણ માન્યા હશે. ત્યારે તેમના બાળપણ સાથે જોડાયેલી કોઈ વાત કે તસવીર સામે આવે ત્યારે પણ લોકોને ખુબ જ પસંદ આવે છે.
ત્યારે થોડા દિવસ પહેલા જ વીતેલા મધર્સ ડેના દિવસે સામાન્ય માણસથી લઈને મોટી મોટી હસ્તીઓએ પણ આ દિવસે યાદગાર બનાવવા માટે પોતાની માતા સાથેની તસવીરો શેર કરી હતી. ત્યારે આ ક્રમમાં એક તસ્વીર સોશિયલ મીડિયામાં લોકોના દિલ જીતવામાં સક્ષમ બની અને આ તસવીર હતી દેશના અગ્રણી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાની. જેમાં તે તેમની માતા સાથે જોવા મળી રહ્યા હતા.
ટ્વિટર પર પોસ્ટ કરાયેલી એક તસવીરમાં ઈન્દિરા મહિન્દ્રા બિઝનેસ માટે શેરહોલ્ડરની મીટિંગમાં યુવાન આનંદ મહિન્દ્રાની બાજુમાં બેઠેલા જોઈ શકાય છે. આ તસવીર પોસ્ટ કરતા આનંદ મહિન્દ્રાએ કેપશનમાં લખ્યું, “દર વર્ષે મધર્સ ડે પર હું મારી માતાની જૂની તસવીરને શોધું છું. આ વર્ષે મને આ તસવીર મળી છે.”
તેમણે આગળ જણાવ્યું કે “આ તસવીરમાં મારી માતા ઈન્દિરા મહિન્દ્રા મને પ્રથમ વખત મહિન્દ્રા ઉગીન સ્ટીલના શેરહોલ્ડર્સની એન્યુલ મીટિંગમાં લઈ ગયા હતા. મીટિંગની અધ્યક્ષતા મારા પિતા હરીશ મહિન્દ્રા કરી રહ્યા હતા. મને બિઝનેસ કોચિંગ મારી માતા પાસેથી મળ્યું છે. મારી માતા પાસેથી મળેલી શીખામણને કારણે જ આજે હું એક સફળ બિઝનેસમેન બની શક્યો છું.”
આનંદ મહિન્દ્રા આજે દેશના એક સફળ ઉદ્યોગપતિ છે. તેઓ આજે 2-5 કે 10 નહિ પરંતુ 137 કંપનીઓ ચલાવી રહ્યા છે. દર વર્ષે તેઓ મધર્સ ડેના અવસર પર તેમની માતા સાથેની તસવીરો પોસ્ટ કરતા રહે છે. ત્યારે આ વર્ષે પણ તેમને માતા સાથેની તસવીર શેર કરી, જેને લોકો દ્વારા પણ ખુબ જ પસંદ કરવામાં આવી છે.