આમિર ખાને ના નિભાવ્યું અનુપમ શ્યામને આપેલું વચન, ફોન પણ…ભાઈ અનુરાગે કર્યા ચોંકાવનારા ખુલાસા

બૉલીવુડ અને ટીવી જગતમાં શાનદાર અભિનય કરી અને નામના મેળવી ચૂકેલા અભિનેતા અનુપમ શ્યામનું રવિવારના રોજ નિધન થઇ ગયું હતું. જેના બાદ ચાહકો પણ ખુબ જ દુઃખી છે. ગઈકાલે અનુપમ શ્યામના અંતિમ સંસ્કારની અંદર પણ ઘણા સિતારો ઉમટ્યા હતા, જેની તસવીરો પણ વાયરલ થઇ હતી.

અનુપમ શ્યામ કિડનીની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. આ ઉરપટ તે આર્થિક તંગીનો પણ સામનો કરી રહ્યા હતા. તેમના ભાઈ અનુરાગ શ્યામે મદદ માટે ગુહાર પણ લગાવી હતી. એવામાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ સામે આવ્યા હતા. આજતક સાથેની વાતચીતમાં અનુપમના ભાઈ અનુરાગે “પ્રતિજ્ઞા” શો બંધ થવાના આઘાતને લઈને પણ જણાવ્યું હતું.

અનુરાગે જણાવ્યું હતું કે, “તેમને એક બીજો આઘાત પણ હતો. કોઈનાથી તેમને ખબર પડી ગઈ હતી કે શો બંધ થવાનો છે. તે બહુ જ વિચાર્યા કરતા હતા. કામ કરવાને લઇને જુનીની હતા.” અનુરાગે આગળ જણાવ્યું કે પ્રતપગઢમાં કોઈ ડાયાલિસિસ સેન્ટર નથી અને આવામાં તે જતા તો તેમના જીવને ખતરો હતો.”

અનુરાગે એમ પણ જણાવ્યું કે, “કેટલીય ગુહાર લગાવવામાં આવી કે પ્રતપગઢમાં ડાયાલીસીસ સેન્ટર લગાવવામાં આવે. ભાઈ તેના માટે આમિર ખાનને પણ મળ્યા અને તેમને હા પણ કહી દીધી હતી. પરંતુ તેમને પણ થળોએ મહિના પછી ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું. ભાઈના અંતિમ વિદ્યમ પ્રતિજ્ઞાની આખી ટિમ આવી હતી.

Niraj Patel