ભારતને આ વસ્તુની ખુબ જ જરૂરત છે એવામાં અમેરિકાએ લગાવ્યો પ્રતિબંધ

કોરોનાની બીજી લહેર ભારત માટે ખુબ જ ઘાતક બની રહી છે. ત્યારે આ સમયે સામાન્ય માણસથી લઈને તંત્ર પણ ચિંતામાં છે. કોરોનાના સંકટમાં ભારતે ઘણા દેશોને મદદ કરી છે. અમેરિકાને પણ ગયા વર્ષે હાઈડ્રોકસિકલોરોક્વિનનો જથ્થો મોકલાવ્યો હતો પરંતુ આજે જયારે ભારતને અમેરિકાની જરૂર છે ત્યાર અમેરિકાએ હાથ ઊંચા કરી દીધા છે.

ભારત દ્વારા અમેરિકા પાસે કોરોના રસીનો કાચો માલ મંગાવામાં આવ્યો હતું, પરંતુ અમેરિકાએ ભારતને કાચો માલ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી. અમેરિકાનું કહેવું છે કે, તેની પ્રથમ જવાબદારી અમેરિકાના લોકોની જરૂરિયાતને જોવાની છે.

અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઇસને પૂછવામાં આવ્યું કે બાઇડેન પ્રસાશન કોરોના વાયરસની વેક્સિનના કાચા માલ ઉપર લાગેલા પ્રતિબંધને હટાવવા માટે ભારત તરફથી વારંવાર અપીલ કરવામાં આવી રહી છે ત્યારે તેના વિશે ક્યારે નિર્ણય કરવામાં આવશે ?

જવાબમાં તેમને કહ્યું કે અમેરિકા સૌથી પહેલા છે અને તે જરૂરી પણ છે. અમેરિકન લોકોના મહત્વકાંક્ષી રસીકરણના કામમાં લાગ્યા છે. આ રસીકરણ પ્રભાવી અને અત્યાર સુધી સફળ રહ્યું છે.”

તમને જણાવી દઈએ કે અમેરિકામાં ફૌજાર અને મોડર્ના વેક્સિનનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. અહીંયા ખુબ જ ઝડપી રસીકરણનું કામ ચાલી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે 4 જુલાઈ સુધી સમગ્ર વસ્તીને રસી લગાવી દેવામાં આવશે.

Niraj Patel