રાજસ્થાનની ગુડિયાએ જીત્યુ અમેરિકાની ગોરી મેમનું દિલ, બોલી- આટલી તકલીફો તો પણ…- જુઓ વીડિયો

માતા-પિતા નથી રહ્યા, પતિ શરાબી, મહેંદી લગાવી ઘર ચલાવે છે ગુડિયા, અમેરિકી મહિલાનું જીતી લીધુ દિલ – જુઓ વીડિયો

Desi lady won American heart: જવાબદારી એ અહેસાસ છે, જે તમને હારવા નથી દેતી. તે તમને પૈસાની તંગી અને તમામ મુશ્કેલીઓ છતાં તમારા ચહેરા પર સ્મિત રાખવા માટે પ્રેરણા આપે છે. આવી જ એક કહાની છે રાજસ્થાનની ચાર બાળકોની માતા ગુડિયાની છે, જે પુષ્કરમાં પ્રવાસીઓને મહેંદી લગાવીને રોજીરોટી કમાવવા માટે સખત મહેનત કરે છે. તેની આ જવાબદારી જોઈને અમેરિકાની એક મહિલા પણ પ્રભાવિત થઈ ગઈ.

અમેરિકાની આ ગોરી મેમે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ગુડિયાના સંઘર્ષની સ્ટોરી પોસ્ટ કરી, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં ગુડિયા જે મહિલાના હાથ પર મહેંદી લગાવી રહી છે તેનું નામ રોઝકા છે. ગુડિયાએ તેનું દિલ જીતી લીધું. ગુડિયાનું બાળક રોઝકાની મિત્રના ખોળામાં આરામથી સૂઈ રહ્યું છે. આ વીડિયોને શેર કરતા રોઝકાએ લખ્યું- ‘આપણે દરરોજ અજાણ્યા લોકો પાસેથી પસાર થઈએ છીએ,

પરંતુ શું આપણામાં કોઈ બીજાની આંખોમાં જોવાની હિંમત છે, શું આપણી પાસે તેમની કહાની સાંભળવા માટે ખુલ્લું હૃદય છે ? બધા પાસે એક છે.’રોઝકાએ કહ્યું કે ગુડિયા તેની પાસે આવી અને હસીને અમને બહેન કહ્યુ. મને લાગ્યું કે હાથ પર બ્રેસલેટ કે ડ્રાઇંગ સિવાય પણ કંઇ છે, જે તમે આપી શકો છે. મેં તેની પાસે મહેંદી લગાવવાનું નક્કી કર્યું. વીડિયોમાં ગુડિયા રોઝકાના હાથ પર સુંદર મહેંદીની ડિઝાઇન લગાવતી જોવા મળે છે.

રોઝકાના કહેવા પ્રમાણે- ‘ગુડિયા મારી ઉંમરની છે. તેને 4 બાળકો છે અને સૌથી નાની જ્યોતિ 6 મહિનાની છે. તે વીજળી વગરના ગામમાં રહે છે. તેના માતા-પિતા ગુજરી ગયા છે અને તેનો પતિ દારૂ પીવે છે અને તેને બહુ મદદ કરતો નથી. તે તેને છોડી શકતી નથી. પણ તે ફરિયાદ કરતી નથી. મને તેના માટે ખૂબ જ આદરની લાગણી છે. રોઝકાની પ્રેરણાત્મક પોસ્ટ વાંચીને યુઝર્સ ગુડિયાની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું “મારી તમામ યુનિવર્સલ મહિલાઓને સલામ”, જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરી – “ગુડિયાની ભાવનાને સલામ”.

બીજાએ લખ્યું – “રાજસ્થાનની ગુડિયા સખત મહેનત, સમર્પણ અને સ્વાભિમાનવાળી મહિલા છે.” એક અન્ય યુઝરે કમેન્ટ કરતા લખ્યુ- આ સ્ટોરી લોકોને પ્રેરિત કરશે. જણાવી દઇએ કે, રોઝકાનો જન્મ યુક્રેનમાં થયો હતો, પણ તે અમેરિકામાં મોટી થઇ છે. નર્સિંગની નોકરી છોડ્યા બાદ તે મસાજ થેરપિસ્ટ બની ગઇ. નવેમ્બર 2021માં તે નોકરી છોડી 4 મહિનાની લાઇફ ચેંજિંગ એશિયા ટ્રિપ પર આવી. તે બાદ તેણે યોગ, આધ્યાત્મ, આયુર્વેદનો રુખ કર્યો. દેશ-વિદેશમાં (ખાસ કરીને એશિયાઇ દેશો) ફરવાનું અને ત્યાંના કલ્ચરને જોવાનું અને સમજવાનું રોઝકાનું પેશન છે. ભારત પ્રત્યે તેનો વિશેષ લગાવ છે.

Shah Jina