અમેરિકાની છોકરીને થયો ખેડૂત સાથે પ્રેમ અને પછી હોળીના દિવસે સાત સમુદ્ર પાર આવી ફર્યા ફેરા

કહેવાય છે ને કે જયારે પ્રેમનો પરવાન ચઢેને ત્યારે તો માણસને સાત સમુદ્ર પારના બંધન પણ નાના લાગવા લાગે છે. પ્રેમમાં તો લોકોને કંઇ જ દેખાતુ નથી. હાલમાં એક એવો કિસ્સો મધ્યપ્રદેશના હોશંગાબાદમાંથી સામે આવ્યો છે, જયાં યુવકે અમેરિકાની છોકરી સાથે લગ્ન કર્યા છે.

મધ્યપ્રદેશના હોશંગાબાદમાં એક ખેડૂત દીપકે અમેરિકાની લિજેથને તેની જીવનસાથી બનાવી અને તેની સાથે સાત ફેરા લીધા. દીપક રાજપૂત અને અમેરિકાના બોલિવિયાની જેલી લિજેથે હોળીના દિવસે લગ્ન કર્યા હતા. તેમના માટે હોળી જીવનના નવા રંગ લઇને આવી.

જેલિકા લિજેથ અમેરિકાના માનવ સંસાધન વિભાગમાં અધિકારી છે. દીપકની અમેરિકન પ્રેમિકા સાથે ફેસબુક પર મિત્રતા થઇ હતી અને લગ્ન પહેલા છ મહિનામાં વ્હોટ્સએપ પર ચેટ અને ફોન પર વાતચીત થઇ અને મિત્રતા પ્રેમમાં પરિણમી.

બે મહિના તે ભારત ભ્રમણ પર આવી હતી અને તે દરમિયાન બંનેની ઘણી મુલાકાત થઇ અને હોળીના દિવસે બંનેએ નર્મદા કિનારે સ્થિત ચિત્રગુપ્ત મંદિરમાં વૈદિક રીતે રીતિ-રિવાજથી લગ્ન કરી લીધા. તે બાદ જેલી અને દિપકે હોળી રમી અને સાત જન્મો સુધી સાથ નિભાવવાની કસમ ખાઇ.

તમને જણાવી દઇએ કે, સાઉથ અમેરિકાના ઓવલી ટોસ બોલવિયા શહેરની રહેવાસી જેલીની મુલાકાત 3 વર્ષ પહેલા દીપક સાથે ફેસબુક પર થઇ હતી. બંને વચ્ચે મિત્રતા થઇ અને ધીરે ધીરે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો તે બાદ દીપકે જેલી સાથે લગ્ન કરવાની ઇચ્છા જણાવી અને તેણે તે સ્વીકાર કરી લીધી. દીપકે જણાવ્યુ કે, તેમના પરિજન આ લગ્નથી ઘણા ખુશ છે.

Shah Jina