ખબર

ફાઇઝર વેક્સીનના કારણે બીજું એક મૃત્યુ, ડોકટરે 16 દિવસ પહેલા જ લગાવી હતી વેક્સીન, પત્નીએ રસીને જવાબદાર ગણાવી

WHO દ્વારા કોરોના વાયરસના સંક્ર્મણ સામે ફાઇઝર વેક્સિનને મંજૂરી આપી દીધી છે, ત્યારે આ વેક્સીનને લઈને કેટલાક ખરાબ પરિણામો પણ આવી રહ્યા છે. અમેરિકાની અંદર ફાઇઝર વેક્સીન લગાવ્યાના 16 દિવસ બાદ એક ડોક્ટરનું મૃત્યુ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના મિયામીમાં રહેતા ડોક્ટર ગેગ્રરી માઈકલના મૃત્યુ પાછળ તેમની પત્નીએ કોરોના વાયરસની વેક્સીન ફાઇઝરને જવાબદાર ગણાવી છે. ડોક્ટર માઈકલે 18 ડિસેમ્બરના રોજ ફાઇઝર વેક્સીન લગાવી હતી અને તેના 16 દિવસ પછી જ તેમનું મૃત્યુ થઇ ગયું છે.ડોક્ટર માઈકલની પત્ની હેઇદી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે વેક્સીન લગાવ્યા પહેલા તેના પતિ એકદમ સ્વસ્થ હતા અને એક્ટિવ હતા. તેમને રસી લગાવ્યા પહેલા કોઈ બીમારી પણ નહોતી. પરંતુ વેક્સીન લગાવ્યા બાદ તેમના લોહીની અંદર રહ્યસ્મય ગડબડી આવવા લાગી હતી.

Image Source

ડેઇલીમેલ સાથે વાત કરવા દરમિયાન હેઇદીએ જણાવ્યું કે, “મારા પતિના મૃત્યુનો સીધો સંબંધ ફાઇઝર વેક્સીનથી છે. કારણ કે તેને લગાવતા પહેલા તેમની દરેક રીતે તપાસ કરવામાં આવી હતી અને તેમને કોઈ બીમારી નહોતી.”

તેમને આગળ જણાવ્યું હતું કે, “ડોક્ટરોએ કેન્સરની પણ તપાસ કરી હતી અને તેની અંદર કંઈપણ ખોટું આવ્યું નહોતું.” તેમને એમ પણ જણાવ્યું કે ડોક્ટર ગ્રેગરી નિયમિત કસરત કરતા હતા અને સિગરેટ પણ નહોતા પિતા. આ ઉપરાંત તે દારૂનું સેવન પણ ક્યારેક ક્યારેક  જ કરતા હતા.

Image Source

હવે આ મામલામાં ફાઇઝર દ્વારા પણ સફાઈ આપવામાં આવી છે અને કંપનીના પ્રવક્તા દ્વારા કહેવામાં આવ્યું છે કે ડોક્ટર ગ્રેગરીના મૃત્યુની જાણકારી છે અને તેની તપાસ ચાલી રહી છે. આ સમયે અમે એ નથી માનતા કે ડોક્ટર ગ્રેગરીના મૃત્યુનો સંબંધ ફાઇઝર વેક્સીન સાથે છે.

તો બીજી તરફ ડોક્ટર ગ્રેગરીની પત્નીએ જણાવ્યું હતું કે વેક્સીન લગાવ્યા બાદ કોઈ સૈફ ઇફેક્ટ જોવા નહોતી મળી. પરંતુ 3 દિવસ બાદ હાથ અને પગની અંદર લાલ ચાઠાં દેખાવવા લાગ્યા હતા. ત્યારબાદ જયારે તેમને માઉન્ટ સિનાઈ મેડિકલ સેન્ટરની અંદર પોતાની તપાસ કરાવી ત્યારે ખબર પડી કે તેમની પ્લેટકાઉંટ્સ ખુબ જ નીચે આવી રહ્યા છે અને તે શૂન્ય શુદ્ધિ પહોંચી ગયા છે. જો કે સામાન્ય રીતે પ્લેટકાઉંટ્સ 150000થી લઈને 450000ની વચ્ચે રહે છે.

Image Source

તેમને એમ પણ જણાવ્યું કે પ્લેટલેટ્સ છોડીને બ્લડની બધી જ તપાસ નોર્મલ હતી. ત્યારબાદ ડોક્ટરોને પણ લાગ્યું કે આ ભૂલથી થયું છે જેના કારણે તેમેં બીજીવાર તપાસ કરી તો 1 પ્લેટલેટ જોવા મળ્યું. ત્યારબાદ તેમને આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યા અને ડોક્ટરોની એક ટીમ પ્લેટલેટ કાઉન્ટ વધારવા માટે 2 અઠવાડીયા સુધી પ્રયત્ન કરતી રહી પરંતુ ફાયદો ના થયો. સતત પ્લેટલેસ્ટની ઉણપના ના કારણે તેમના માથામાં રક્તસ્ત્રાવ સ્ટ્રોક થયો અને થોડી જ મિનિટોમાં તેમનું મૃત્યુ થયું ગયું.

ડોક્ટરની પત્નીનું કહેવું છે કે “મારા પતિ વેક્સિનના સમર્થક હતા, જેના માટે તેમને આને પોતાને જ પહેલા લગાવી હતી. મૃ માનવું હતું કે લોકોને ખબર હોવી જોઈએ કે વેક્સીનનો દુષ્પ્રભાવ પણ હોઈ શકે છે અને આ દરેક કોઈ માટે સારું નથી.”