અનંત અંબાણી-રાધિકાની સગાઇ બાદ જગમગ્યુ મુકેશ અંબાણીનું એંટીલિયા ! 13 કરોડની Rolls Royce Cullinan માં જોવા મળ્યો અનંત

13 કરોડની રોલ્સ રોય્સમાં મુકેશ અંબાણીનો લાડલો ફિયાન્સ રાધિકા મર્ચન્ટને લઈને આવ્યો, જુઓ અદભૂત તસવીરો અને વીડિયો

દુનિયાના અમીર બિઝનેસમેનમાંના એક અને ભારતના અમીર વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની એન્કોર હેલ્થકેરના સીઈઓ અને વાઇસ ચેરમેન વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા સાથે સગાઇ થઇ ગઇ છે. રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં બંનેના પરિવારજનો અને નજીકના સંબંધીઓની હાજરીમાં કપલની રોકા સેરેમની થઈ હતી,

ત્યારબાદ આખો અંબાણી પરિવાર 29 ડિસેમ્બર 2022ની રાત્રે મુંબઈ પરત ફર્યો હતો. મુંબઈ પરત ફરતાની સાથે જ અનંત અને રાધિકાનું એરપોર્ટ પર ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જેનો વીડિયો અને ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ત્યાં હવે સોશિયલ મીડિયા પર વધુ વીડિયો સામે આવ્યા છે,

જેમાં અંબાણી હાઉસ એંટીલિયાની ઝલક જોવા મળી રહી છે. અંબાણી હાઉસ ‘એન્ટિલિયા’ને અનંત અંબાણી અને મંગેતર રાધિકા મર્ચન્ટની સગાઇ પાર્ટી માટે જગમગાવવામાં આવ્યુ હતુ. આ પહેલા મુંબઈ એરપોર્ટ પર રાધિકા અને અનંતનું સ્વાગત કરવા માટે ઘણા લોકો એકઠા થયા હતા.

જ્યારે કપલે પેપરાજી માટે પોઝ આપ્યા હતા અને બધાનો આભાર માન્યો હતો. અનંત અંબાણી અને રાધિકાની રોકા સેરેમની પછી કપલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ કપલ 13 કરોડની રોલ્સ રોયસ કારમાં પહોંચ્યું હતું. અનંત અંબાણી અને રાધિકા પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો.

સગાઇ માટે અભિનંદન આપતા ચાહકોએ કપલની લક્ઝરી કારને ગુલાબની પાંખડીઓથી ઢાંકી દીધી હતી. વિશ્વના સૌથી મોંઘા વાહનોમાંના એક એવા રોલ્સ રોયસ કુલીનનમાં પૂરા સ્વેગમાં અનંત એરપોર્ટ પર પહોંચ્યો, જેની કિંમત જાણીને કોઈપણના હોંશ ઉડી જાય. રોલ્સ રોયસની મૂળ કિંમત 6.95 કરોડ છે. તે વિશ્વના સૌથી મોંઘા વાહનોમાંથી એક છે,

પરંતુ અંબાણી પરિવારે આ કાર 13 કરોડમાં ખરીદી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં મુકેશ અંબાણીએ 13.14 કરોડમાં અલ્ટ્રા-પ્રીમિયમ રોલ્સ રોયસ કુલીનન ખરીદ્યી હતી. ભારતીય ઉદ્યોગપતિએ વાહનને મનપસંદ બનાવવા માટે તેના પર પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા. મીડિયા અહેવાલ મુજબ, અંબાણીએ વાહનમાં વીઆઈપી નંબર પ્લેટ 12 લાખ રૂપિયામાં ખર્ચ્યા હતા અને તેને 1 કરોડ રૂપિયામાં કલર કરાવ્યો હતો.

અંબાણીએ કારમાં કેટલાક વધુ ફેરફારો પણ કર્યા, જે પછી તેની કિંમત 13.14 કરોડ થઈ ગઈ. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરની વાત કરીએ તો, તે કોઈ મહેલથી ઓછું નથી. મુકેશ અંબાણીનો પરિવાર જ્યાં રહે છે તે ઘરનું નામ ‘એન્ટીલિયા’ છે. એવું કહેવાય છે કે એટલાન્ટિક મહાસાગરમાં એક પૌરાણિક ટાપુના નામ પરથી તેનું નામ ‘એન્ટીલિયા’ રાખવામાં આવ્યું છે. મુકેશ અંબાણીના ઘરને દુનિયાનું સૌથી મોંઘુ ઘર પણ કહેવામાં આવે છે.

કહેવાય છે કે મુકેશ અંબાણીનું ઘર એટલું મોટું છે કે તેની અંદર 600 લોકો કામ કરે છે. મુંબઈ સ્થિત એન્ટિલિયાની ઊંચાઈ 27 માળની છે અને આ ઘર કુલ 4,00,000 ચોરસ ફૂટમાં બનેલું છે. ખાસ વાત એ છે કે ઘરના દરેક રૂમનું ઈન્ટિરિયર બીજા કરતા અલગ દેખાય છે. એન્ટિલિયા જ્યારે બનીને તૈયાર થયુ ત્યારે વિશ્વમાં તેની ખૂબ ચર્ચા થઈ હતી.

27 માળના આ ઘરના પહેલા 6 માળ માત્ર પાર્કિંગ માટે જ બનાવવામાં આવ્યા છે. ઘરમાં એક સાથે 160થી પણ વધુ કાર પાર્ક કરી શકાય છે. પાર્કિંગની ઉપરના ફ્લોર પર 50 સીટર સિનેમા હોલ છે. તેની ઉપર શિકાગો સ્થિત આર્કિટેક્ટ ‘પર્કિન્સ’ દ્વારા ડિઝાઇન કરાયેલ અને ઓસ્ટ્રેલિયન કન્સ્ટ્રક્શન કંપની ‘લૅગટન હોલ્ડિંગ’ દ્વારા બનાવવામાં આવેલ આઉટડોર ગાર્ડન એન્ટિલિયા છે. તેમાં 3 હેલિપેડની સુવિધા છે. આ પહેલું ઘર છે જ્યાં હેલિપેડ છે.

મુકેશ અંબાણી પોતાના આખા પરિવાર સાથે આ ઘરમાં રહે છે. અહીં દરેકને રહેવા માટે અલગ-અલગ માળ છે. એન્ટિલિયામાં યોગ સ્ટુડિયો, સ્વિમિંગ પૂલ પણ છે. ઘરમાં 9 લિફ્ટ છે. ઘરમાં એક સ્પા અને મંદિર પણ છે. આ ઘરની ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે કે તે મહત્તમ 8 રિક્ટર સ્કેલના ભૂકંપના આંચકાને સહન કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, મુકેશ અંબાણીના ઘરનું નિર્માણ $200 કરોડ એટલે કે લગભગ 11,000 કરોડ રૂપિયાના ખર્ચે થયું છે. મુંબઈ શહેરની મધ્યમાં આવેલી મુકેશ અંબાણીની ડ્રીમ હવેલી સાત વર્ષના લાંબા સમય બાદ પૂર્ણ થઈ હતી. મુકેશ અંબાણી તેમની પત્ની, બાળકો અને માતા સાથે ઉપરના માળની નીચે ફ્લોરમાં રહે છે.

Shah Jina