“વાવાઝોડું નજીક આવશે ત્યારે તેનું ઉગ્ર સ્વરૂપ પણ જોવા મળશે. વાવાઝોડું જ્યાં ટકરાશે ત્યાં 150-160 કિમિ પ્રતિ કલાકની ઝડપનો પવન ફૂંકાશે.” અંબાલાલ પટેલની આગાહી
Ambalal Patel, Biparjoy Cyclone Landfall Prediction : ગુજરાત માથે આવેલી રહેલા મોટા સંકટ “બિપરજોય”ને તમામ લોકો ચિંતાતુર છે. આ વાવઝોડાને પહોંચી વળવા માટે તંત્ર પણ એલર્ટ મોડ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આ વાઝોડાં પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને લોકોને આ વાવઝોડાથી સાવધાન રહેવાની સલાહ પણ આપવામાં આવી છે.
ત્યારે આ વાવાઝોડાને લઈને ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ચોંકાવનારી આગાહી કરી છે. તેમને જણાવ્યું છે કે આ વાવઝોડુ એટલું ઘાતક છે તેની અસર પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગમાં વધુ જોવા મળશે અને પૂર જેવી સ્થિતિ પણ સર્જાશે. આ ઉપરાંત ગુજરાતના ઘણા બધા ભાગો ઉપરાંત રાજસ્થાનમાં પણ વિનાશ વેરી શકે છે.
અંબાલાલના જણાવ્યા અનુસાર વાવાઝોડાના અલગ અલગ પડ હોય છે, જેને કારણે પવનની ઘટીમાં પણ વધઘટ જોવા મળશે અને ગુજરાત તેમનજ પાડોશી રાજ્યો સહીત દેશના અડધા ભાગમાં આ ભારે વરસાદ અને વાવાઝોડાની અસર જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે સાંજ સુધીમાં આ વાવાઝોડુ કચ્છના જખૌ બંદરે ટકરાશે.
ત્યારે અંબાલાલ પટેલે પણ જણાવ્યું કે વાવાઝોડું જખૌ બંદર પર લેન્ડફોલ થવાના કારણે સાંજે 7 વાગ્યા સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બિપરજોય વાવાઝોડાની અસર કચ્છ, મંડાવી અને પાકિસ્તાનના ભાગોમાં વધુ જોવા મળશે. તો કચ્છમાં તબાહી મચાવે તેવો વરસાદ ખાબકશે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જયારે વાવાઝોડું નજીક આવશે ત્યારે તેનું ઉગ્ર સ્વરૂપ પણ જોવા મળશે. વાવાઝોડું જ્યાં ટકરાશે ત્યાં 150-160 કિમિ પ્રતિ કલાકની ઝડપનો પવન ફૂંકાશે.આ ઉપરાંત આ વાવાઝોડું જ્યાં પણ ટકરાશે ત્યારે 15,16 અને 17 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળશે.