કાલા ચશ્મા અને બીજા બૉલીવુડ ગીતો પર ફેરવેલ પાર્ટીમાં આ છોકરીઓએ કર્યો જબરદસ્ત ડાન્સ, સાડી પહેરીને લૂંટી લીધી લાઇમ લાઈટ, જુઓ વીડિયો
Dance of girls wearing saree in Farewell : સ્કૂલ કે કોલેજમાં આપણે ભણતા હોઈએ છે ત્યારે વર્ષના અંતે ફેરવેલ પાર્ટી યોજાય છે અને આ પાર્ટીમાં વિદ્યાર્થીઓનો કંઈક અલગ જ સ્વેગ જોવા મળતો હોય છે. તો છોકરીઓ પણ આ પાર્ટીમાં જબરદસ્ત ડાન્સ કરીને લાઇમ લાઈટ લૂંટી લેતી હોય છે. આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા હોય છે. ત્યારે હાલ એક એવો જ વીડિયો ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે, જેમાં બે યુવતીઓ ફેરવેલ પાર્ટીમાં જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળે છે.
સાડી પહેરીને કર્યો ડાન્સ :
આ વીડિયોને યુટ્યુબ ચેનલ ધ રેન્ડમ ગર્લ પર “ફેરવેલ ડાન્સ 2023” કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો હતો. વિડિયોમાં ડાન્સર્સ અદિતિ અને રિતિકાને બોલિવૂડના લોકપ્રિય ગીતો પર સ્ટેજ પર પર્ફોર્મ કરતી બતાવવામાં આવી છે. તેણીએ દોસ્તાનાના ગીત દેશી ગર્લ સાથે તેના પરફોર્મન્સની શરૂઆત કરી હતી અને કાલા ચશ્મા પર તેના શાનદાર ડાન્સ મૂવ્સ બતાવવા માટે બ્લેક શેડ્સ પહેર્યા હતા.
જોનારા પણ થયા પ્રભાવિત :
ત્યાર બાદ તેઓ છમ્મક છલ્લો, ગોરી ગોરી અને વધુ સહિતના અનેક ગીતો પર ડાન્સ કરવાનું ચાલુ રાખે છે અને તારે ગિન ગિન સાથે તેમના પ્રદર્શનને પૂર્ણ કરે છે. 12 મેના રોજ યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો ત્યારથી, આ વીડિયોને 4.9 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને લગભગ 10,000 લાઈક્સ મળી છે. લોકો કોમેન્ટ સેક્શનમાં ડાન્સના જોરદાર વખાણ કરી રહ્યા છે અને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
કોમેન્ટ કરીને લોકોએ કર્યા વખાણ :
એક YouTube યુઝરે પોસ્ટ કર્યું, “અદ્ભુત ગીત પસંદગી અને શાનદાર પ્રદર્શન.” બીજાએ લખ્યું, “વચ્ચેની નાની વાતે તેને વધુ મજેદાર બનાવી,” જ્યારે ત્રીજાએ શેર કર્યું, “આ વિડિયો જોવા જેવો હતો.” ચોથાએ કહ્યું, “તે લાખો વ્યુઝને પાત્ર છે.” કોલેજમાં થતા આવા ડાન્સની રોનક જ કંઈક અલગ હોય છે, આ છોકરીઓને ડાન્સ કરતા જોઈને તમને પણ તમારી કોલેજના દિવસો ચોક્કસ યાદ આવી જશે. બંને યુવતીઓ જે ઉત્સાહ સાથે ડાન્સ કરી રહી છે તે ખરેખર અદભુત છે.