ફિલ્મી દુનિયા

બોલીવુડને લાગ્યો વધુ એક ઝટકો , જાણીતા કોરિયોગ્રાફરને દુનિયાને કીધું અલવિદા- જાણો

2020નું વર્ષ બૉલીવુડ માટે સૌથી ખરાબ રીતે વીતી રહ્યું છે. એક બાદ એક દિગ્ગ્જ સિતારાઓ દુનિયાને અલવિદા કહી રહ્યું છે. આ વચ્ચે જાણીતી નૃત્યંગયાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે.

Image source

શુક્રવારે સવારે જાણીતા નૃત્યાંગના અમલા શંકરનું કોલકાતામાં અવસાન થયું હતું. તેઓ 101 વર્ષના હતા. અમલા છેલ્લા કેટલાક સમયથી વધતા જતા ઉંમરની સાથે-સાથે બીમારીઓ લડી રહી હતી. અમલા શંકરએ નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. અમલા શંકરની પૌત્રી શ્રીનંદ શંકરે સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુની જાણકારી આપી હતી.

Image source

શ્રીનંદાએ ફેસબુક પર લખ્યું, ‘આજે અમારી ‘ થમ્મા ‘અમને છોડીને ચાલી ગયા છે. તેઓ 101 વર્ષના હતા. ગત મહિને અમે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. બેચેની છે. મુંબઈ અને કોલકાતાની કોઈ ફ્લાઇટ નથી. તેના આત્માને શાંતિ મળે. તેમની વિદાય એ એક યુગનો અંત થયો છે. તમે આપેલી દરેક વસ્તુ માટે આભાર. ‘ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પણ અમલા શંકરના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું કે અમલા શંકરનું નિધન નૃત્યની દુનિયાની એક ના પુરી શકાય એવી ખોટ છે. અમાલા શંકરને કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ વર્ષ 2011 માં પશ્ચિમ બંગાળ સરકારે ‘બેંગ વિભૂષણ’ એનાયત કર્યો હતો.

અમલાનો જન્મ 1919 માં જાસોર (હાલ બાંગ્લાદેશમાં સ્થિત)માં થયો હતો. અમલાનો પરિવાર શરૂઆતથી જ આર્ટ ક્ષેત્રે જોડાયેલો હતો. 1930માં તેણી તેમના ગુરુ અને ભાવિ પતિ ઉદય શંકરને પ્રથમ વખત મળી. અમલા ત્યારે 11 વર્ષનો હતો.

Image source

અમલાએ વર્ષ 1931 માં બેલ્જિયમમાં તેનું પ્રથમ પરફોર્મન્સ આપ્યું હતું. 1939 માં અમલા ચેન્નઈમાં એક નૃત્ય જૂથ સાથે પરફોર્મ કરી રહી હતી. તે સમયે ઉદયએ તેને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો. 1942માં અમલા અને ઉદયના લગ્ન થયા. બંનેને બે બાળકો, પુત્ર આનંદ અને પુત્રી મમતા છે. બંને સંગીત અને કલાના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે.