3 વર્ષની આ નાની એવી બાળકીએ તોતડા અવાજમાં ગાયું એવું શાનદાર ગીત કે બોલીવુડના સેલેબ્સ પણ બન્યા દીવાના, 10 કરોડ વાર જોવાયો વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ બરોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. વળી આ સોશિયલ મીડિયાના વધુ પડતા ચલણના કારણે લોકોનો ટેલેન્ટ પણ બહાર આવી રહ્યો છે, ખાસ કરીને લોકોને નાના બાળકોના ટેલેન્ટ જોવાના ખુબ જ પસંદ આવતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક નાની 3 વર્ષની બાળકીનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને કરોડો લોકોએ નિહાળ્યો છે.

આ ત્રણ વર્ષની નાની બાળકી સરખી રીતે બોલી પણ નથી શકતી. પરંતુ આ ઉંમરમાં કોટાની અલીજે એક એવું ગીત ગાયું જેને કરોડો લોકોને પોતાના દીવાના બનાવી દીધા. તેના પહેલા જ ગીતને ઇન્સ્ટાગ્રામ ઉપર 10 કરોડથી પણ વધારે લોકો જોઈ ચુક્યા છે. અલીજેનો માસુમ અને તોતડો અવાજ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને મોટા મોટા સ્ટાર પણ તેના આ ગીત ઉપર રીલ બનાવી રહ્યા છે.

આ ગીતના શબ્દો “મેરા દિલ પહાડોમેં ખો ગયા હે” અલીજેના મામા સલમાન ઇલાહીએ લખ્યા છે. અલીજેના બીજા મામા આદિલ રીજવીનો કોટામાં એક સ્ટુડિયો છે. આદિલે પોતાના આ ગીતને પોતાના સ્ટુડિયોમાં અલીજના અવાજમાં ગાઈને શૂટ કરાવી રેકોર્ડિંગ કરાવ્યું. 6 મહિના પહેલા જ તેમને આ ગીતને તેમની યુટ્યુબ ચેનલ હેરીજ મ્યુઝિક એન્ડ ફિલ્મ ઉપર અપલોડ કર્યું હતું.

આ ઉપરાંત તેમને અલીજેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પણ આ વીડિયોને શેર કર્યો હતો. જેના બાદ એલિજેના તોતડા અવાજમાં આ ગીત એટલું વાયરલ થઇ કે અટાયર સુધી ઇન્સ્ટા ઉપર 10 કરોડથી વધારે વાર જોવામાં આવ્યું. આદિલે જણાવ્યું કે એલિજે મોટાભાગનો સમય રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જ વિતાવે છે. બોલવાની સાથે સાથે તેને ગાવાનું પણ શરૂ કરી દીધું છે.

એલિજેના કાલાઘેલા અવાજમાં ગાવામાં આવેલા આ ગીત “મેરા દિલ પહાડો મેં ખો ગયા હે” ઉપર અત્યાર સુધીમાં 5 લાખ કરતા વધારે રીલ બની ચુકી છે. બોલીવુડના ખ્યાતનામ રેપર હની સિંહ, કોમેડિયન ભારતીસિંહ અને હિના ખાને પણ એલિજના આ ગીત ઉપર રીલ બનાવીને પોતાના એકાઉન્ટ ઉપર શેર કરી છે. આ ઉપરાંત યુટ્યુબ ઉપર પણ 3 લાખ 70 હજારની આસપાસ લોકોએ આ વીડિયોને જોયો છે.

 

View this post on Instagram

 

A post shared by alizeh (@alizehmusic)

એલિજેના પરિવારની વાત કરીએ તો તેના પિતા ઇરફાન મોહમ્મદ બેંકમાં કામ કરે છે અને તેની માતા અફરોઝ રીજવી એક શિક્ષિકા છે. તેના માતા પિતાએ જણાવ્યું કે એલિજે એક વર્ષ પહેલા ગીત ગાવાનું શરૂ કર્યું હતું અને હાલમાં તે નર્સરીમાં ભણી રહી છે. ભણવાની સાથે સાથે સંગીત શીખવાનું પણ ચાલુ રખશે અને જલ્દી જ એલિજેના બીજા ગીતો પણ આવશે. આ ગીત હિટ થયા બાદ ઘણી એડ એજન્સીઓની પણ ઓફર આવી રહી છે. અલીજ શરૂઆતથી જ તેના મામા સાથે જ રહે છે અને સ્ટુડિયોમાં બેસીને ગાવાનું શીખે છે.

Niraj Patel