પ્રેગ્નેટ આલિયા ભટ્ટે આપી ગુડ ન્યુઝ, ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફોટો લગાવી કર્યો ખુશીનો ઇઝહાર

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આ દિવસોમાં ચર્ચામાં છે. હાલમાં જ તેની ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ થઈ છે અને તે 2022ની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ પણ બની ગઈ છે. ત્યાં આલિયા ભટ્ટની બીજી ચર્ચાનું કારણ તેની ગર્ભાવસ્થા છે. આલિયા ભટ્ટ ટૂંક સમયમાં જ માતા બનવા જઈ રહી છે. આ દરમિયાન તેના અને તેના ફેન્સ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. આલિયા ભટ્ટને સ્મિતા પાટિલ મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. તેને શ્રેષ્ઠ અભિનેત્રી માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ પર આ સારા સમાચાર શેર કર્યા છે. અભિનેત્રીએ તેના પ્રશંસકો સાથે સમાચાર શેર કરવા માટે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફોટો શેર કર્યો છે. જેના પર આ સન્માનનું પ્રમાણપત્ર શેર કરતાં આલિયાએ લખ્યું, “સ્મિતા પાટિલ મેમોરિયલ એવોર્ડ મેળવવા બદલ બધાનો આભાર. જણાવી દઈએ કે અભિનેત્રી સ્મિતા પાટિલની યાદમાં પ્રિયદર્શિની એકેડમી દ્વારા 1986થી સ્મિતા પાટીલ મેમોરિયલ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ એક ભારતીય અભિનેત્રીને ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યો છે.

1994 સુધી આ એવોર્ડ દર વર્ષે અભિનેત્રીઓને આપવામાં આવતો હતો. જો કે, 1994થી સમિતિ દર બે વર્ષમાં એકવાર અભિનેત્રીઓને આ સન્માન આપી રહી છે. આલિયા પહેલા માધુરી દીક્ષિત, શ્રીદેવી, તબ્બુ, મનીષા કોઈરાલા, ઉર્મિલા માતોંડકર અને કરીના કપૂર ખાન જેવી અભિનેત્રીઓને સ્મિતા પાટિલ મેમોરિયલ એવોર્ડ મળ્યો છે. વર્ષ 2020માં બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુને આ સન્માનથી સન્માનિત કરવામાં આવી હતી. આલિયા ભટ્ટ પણ સ્મિતા પાટીલ મેમોરિયલ એવોર્ડ્સ મળ્યા બાદ ખૂબ જ ખુશ છે.

આ સન્માન સ્વીકારતા આલિયાએ કહ્યું કે હું પ્રિયદર્શિની એકેડમીનો શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે સ્મિતા પાટીલ મેમોરિયલ એવોર્ડ એનાયત કરવા બદલ આભાર માનું છું. અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે આજે અહીં આવવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે, જેને હું આવનારા વર્ષોમાં જાળવીશ. આલિયાએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે ભારત પાસે કલાનો સૌથી અવિશ્વસનીય વારસો છે અને હું હંમેશ માટે આભારી છું કે અમારું કાર્ય તેનો એક ભાગ છે.

અભિનેત્રીએ આગળ કહ્યું- સિનેમા આપણને સપનાની સુંદરતામાં વિશ્વાસ કરવાનું, સમર્પણ અને નમ્રતા સાથે તેનું પાલન કરવાનું અને ક્યારેય હાર ન માનવાનું મહત્વ શીખવે છે. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્ર આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આલિયાનું નામ એ પસંદગીની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે જેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી સૌથી વધુ હિટ ફિલ્મો આપી છે.

Shah Jina