પ્રેગ્નેટ આલિયા ભટ્ટે ડાર્લિંગ્સના પ્રમોશનમાં પહેર્યો મીની ડ્રેસ, ચહેરા પર જોવા મળ્યો પ્રેગ્નેંસી ગ્લો

બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ આ સમયે તેની લાઇફના સૌથી ખૂબસુરત ફેઝમાં છે. આલિયા જલ્દી જ માતા બનવાની છે અને તે તેના પતિ રણબીર કપૂર સાથે જલ્દી જ તેના પહેલા બાળકનું સ્વાગત કરવાની છે. જ્યાં એક તરફ આલિયા તેની પ્રેગ્નેંસી લાઇફ એન્જોય કરી રહી છે, ત્યાં બીજી તરફ તે તેના કરિયરનું પણ પૂરું ધ્યાન રાખી રહી છે. મોમ ટુ બી અભિનેત્રી કામ પર પરત ફરી છે. હાલમાં જ તેની કેટલીક તસવીરો સામે આવી છે, જે તેની ફિલ્મના પ્રમોશન દરમિયાનની છે.

19 જુલાઇના રોજ આલિયાને તેની અપકમિંગ ફિલ્મ ડાર્લિંગ્સનું પ્રમોશન કરતી જોવામાં આવી હતી. આ પ્રમોશન દરમિયાનની એક તસવીર સામે આવી હતી, જે આ સમયે ઘણી વાયરલ થઇ રહી છે. લુકની વાત કરીએ તો, થવાવાળા મમ્મી પેસ્લે પ્રિંટ મિની ડ્રેસમાં હંમેશાની જેમ ખૂબસુરત લાગી રહી હતી. આ ડ્રેસમાં તેનો બેબી બંપ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો.લાઇટ મેકઅપ, ઓપન હેર અને હુપ્સથી આલિયાએ તેનો લુક કંપલીટ કર્યો હતો. આલિયા તેના કો-સ્ટાર સાથે સ્માઇલ કરતા પોઝ આપતી જોવા મળી હતી.

આલિયા ભટ્ટ ફિલ્મ ડાર્લિંગથી નિર્માતા તરીકે ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝર આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતુ. આ ફિલ્મમાં આલિયા પોતે મુખ્ય ભૂમિકામાં જોવા મળવાની છે. ડાર્લિંગ્સમાં તેની સાથે શેફાલી શાહ, વિજય વર્મા અને સાઉથ એક્ટર રોશન મેથ્યુ જોવા મળશે. તમને જણાવી દઈએ કે આલિયાએ તેને તેની પ્રોડક્શન કંપની Eternal Sunshine Productionsના બેનર હેઠળ બનાવી છે. આલિયાની સાથે આ ફિલ્મનું નિર્માણ પણ શાહરૂખ ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

આલિયા ભટ્ટ પાસે અત્યારે ઘણા બધા પ્રોજેક્ટ છે. ટૂંક સમયમાં તે પતિ રણબીર કપૂર સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં પણ જોવા મળશે.જણાવી દઇએ કે, આલિયા અને રણબીરે લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ 14 એપ્રિલ 2022ના રોજ લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ લગ્નના બે મહિના બાદ 27 જૂને એક તસવીર શેર કરી તેની પ્રેગ્નેંસીનું એલાન કર્યુ હતુ.

Shah Jina