મિસિસ કપૂર આલિયાએ બેબી બમ્પ દેખાડ્યો, સાઉથમાં લોકો કેસરિયા પર ઝૂમી ઉઠ્યા જુઓ PHOTOS

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.આ ઉપરાંત આલિયા તેની પ્રેગ્નેંસીને લઇને પણ ચર્ચામાં છે. તાજેતરમાં, આલિયા અને રણબીરે બ્રહ્માસ્ત્રના પ્રમોશનલ ઇવેન્ટમાં હાજરી આપી હતી, જ્યાં અભિનેત્રીએ અદભૂત પિંક શરારા સુટ પહેર્યો હતો. આલિયા ભટ્ટ પોતાના આ લુકને લઈને ઘણી જ ચર્ચામાં આવી ગઇ છે. આલિયા તેના પતિ રણબીર કપૂર સાથે પ્રથમ બાળકનું સ્વાગત કરવા તૈયાર છે,

તેણે આ ઇવેન્ટમાં તેના બાળક માટે ખૂબ જ ખાસ સંદેશ તેના પિંક આઉટફિટમાં લખાવ્યો હતો. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પ્રમોશન માટે હૈદરાબાદ પહોંચ્યા હતા. નાગાર્જુન, કરણ જોહર, જુનિયર એનટીઆર અને એસએસ રાજામૌલી પણ આ ઈવેન્ટમાં જોવા મળ્યા હતા. ગર્ભાવસ્થા દરમિયાન પણ આલિયા તેની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રનું જોરદાર પ્રમોશન કરી રહી છે. પ્રમોશન દરમિયાન, આલિયા ઉગ્રતાથી મેટરનિટી ફેશન ગોલ્સ આપી રહી છે.

આલિયાએ ઈવેન્ટમાં તેના આરાધ્ય કસ્ટમાઈઝ્ડ આઉટફિટથી બધાને ચોંકાવી દીધા હતા. લુકની વાત કરીએ તો, આલિયાએ અબુ જાની, સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલો ગુલાબી શરારા સૂટ પહેર્યો હતો. આલિયાએ મિનિમલ મેકઅપ, પિંક લિપસ્ટિક, બિંદી સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ દરમિયાન આલિયાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. આલિયાના આ લુકમાં જે વસ્તુએ બધાનું ધ્યાન ખેંચ્યું તે હતું સૂટ પર લખવામાં આવેલ ખાસ બેબી માટેનો સંદેશ.

વાસ્તવમાં આલિયાએ પહેરેલા સૂટમાં ‘બેબી ઓન બોર્ડ’ અને ‘લવ-લવ’નો સ્પેશિયલ મેસેજ લખવામાં આવ્યો હતો. કેટલાક લોકોને આલિયાની આ સ્ટાઈલ પસંદ આવી તો કેટલાકે નાપસંદ પણ વ્યક્ત કર્યો.આ બ્રાઈટ પિંક શરારામાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી. સમગ્ર ઈવેન્ટમાં રણબીર તેની પ્રેગ્નેટ પત્નીનું સંપૂર્ણ ધ્યાન રાખતો જોવા મળ્યો હતો. આલિયાના લુકના વખાણ કરતા એક યુઝરે કમેન્ટ કરી – ‘તે પ્રેગ્નેન્સીમાં વધુ સુંદર દેખાવા લાગી છે.’

બીજાએ લખ્યું – ‘આઉટફિટ શાનદાર લાગે છે.’ વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. કેટલાક લોકોએ રણબીર અને આલિયાની કેમેસ્ટ્રી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. બીજી તરફ બ્રહ્માસ્ત્રના બહિષ્કાર પર પણ પ્રતિક્રિયા જોવા મળી હતી. એકે લખ્યું- ‘આલિયાને દુનિયાની વસ્તુઓથી શું ફરક પડે છે. તે પહેલા જ કહી ચૂકી છે કે જો તમે મને પસંદ નથી કરતા તો મારી ફિલ્મ ન જુઓ.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી છે અને આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ઉપરાંત નાગાર્જુન પણ મહત્વની ભૂમિકામાં છે. આ સિવાય અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ ‘બ્રહ્માસ્ત્ર’નો ભાગ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina