વર્ષો પછી અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીએ આઇકોનિક સોન્ગ પર કર્યો ડાન્સ, ડાન્સ જોઈ ફેન્સ બોલ્યા… જુઓ વીડિયો

અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીનો ડાન્સ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, તે બંને એવોર્ડ ફંક્શનમાં તેમના ‘મેં ખેલાડી તું અનાડી’ ના પ્રખ્યાત ગીત ‘ચુરા કે દિલ મેરા’ પર ડાન્સ કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ વાયરલ વીડિયો જોઈને યુઝર્સ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.90 ના દાયકામાં, અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીએ ‘મેં ખિલાડી તુ અનાડી’, ‘ધડક’ અને અન્ય ઘણી ફિલ્મો કરી હતી.

તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી દરેકને પસંદ આવી હતી. એવું કહેવામાં આવે છે કે બંનેએ એકબીજાને ડેટ પણ કર્યા હતા. હવે વાયરલ વીડિયોમાં, બંને કલાકારોને એક સાથે જોઈને ચાહકોને જૂની યાદો તાજા થઇ રહી છે અને આશ્ચર્ય પણ થઇ રહ્યો છે.અક્ષયના ચાહકે વીડિયો પોસ્ટ કરી અને X પર લખ્યું, “અક્કી અને શિલ્પા આને શોકિંગ રીયુનીયન કહે છે.” અન્ય યુસરે લખ્યું, “હું આ માટે તૈયાર નહોતો, અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીએ આજે ​​એક ઇવેન્ટમાં ચુરા કે દિલ મેરા પર સાથે ડાન્સ કર્યો!”

અક્ષય કુમારની આગામી ફિલ્મો વિશે વાત કરતા, અભિનેતા પાસે ‘કેસરી ચેપટર 2’, ‘જોલી એલએલબી 3’, ‘કન્નપ્પા’, ‘હાઉંસફુલ 5’, ‘ભૂત બંગલા’, ‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘હેરા ફેરી 3’ જેવી ઘણી ફિલ્મો છે. અભિનેતાએ છેલ્લે ‘સ્કાય ફોર્સ’ સાથે સફળતાનો સ્વાદ ચાખ્યો, જેણે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું.

જો તમે શિલ્પાના વર્ક ફ્રન્ટ પર નજર નાખો, તો તે કન્નડ ફિલ્મ ‘કેડી – ધ ડેવિલ’ માં જોવા મળશે. આ ફિલ્મમાં ધ્રુવ સરજા, રેશ્મા નાનાયા, વી. રવિચંદ્રન, રમેશ અરવિંદ, જિશુ સેનગુપ્તા, નોરા ફતેહી અને સંજય દત્ત પણ છે.

Previous Article

મુસ્લિમ દુલ્હનની આંખોમાં ખુશીના આંસુ, હિન્દૂ સાસને ગળે લગાવીને કહ્યું 'મારુ બધું હવે તમે જ છો', જુઓ વીડિયો

Next Article

'મારા 13માંની વિધિ સુધી પરિવાર સાથે રહેજે', બેંક મેનેજરે પ્રેમિકા માટે લખેલી સુસાઈડ નોટમાં કર્યો મોટો ઉલ્લેખ, પરિવારે દાખલ કરી ફરિયાદ

error: Protected Content!