ભોલેનાથના ધામ વારાણસીમાં પહોંચ્યો અક્ષય કુમાર, ગંગામાં લગાવી ડૂબકી, કહ્યું, “ઇતિહાસના પુસ્તકો બદલવા છે જરૂરી”, જુઓ વીડિયો

બોલીવુડના અભિનેતાઓ અને અભિનેત્રીઓ પોતાની ફિલ્મના પ્રમોશન માટે દેશભરમાં ભ્રમણ કરતા હોય છે, ત્યારે ફિલ્મના પ્રમોશન માટે વારાણસી એક ખાસ સ્થળ બન્યું છે, “ધાકડ” ફિલ્મના પ્રમોશન માટે અભિનેત્રી કંગના રનૌત વારાણસી પહોંચી હતી, પરંતુ તેની ફિલ્મ તો સુપર ડુપર ફ્લોપ સાબિત થઇ. જેના બાદ હવે અભિનેતા અક્ષય કુમાર પોતાની ફિલ્મ “પૃથ્વીરાજ”ના પ્રમોશન માટે વારાણસીમાં ગંગાની અંદર ડૂબકી લગાવતો જોવા મળ્યો.

બોલિવૂડ ખિલાડી અક્ષય કુમાર સાથે અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર  સોમવારે વારાણસી પહોંચ્યા હતા. બંને સાંજે બાબા વિશ્વનાથના દરબારમાં હાજરી આપશે. આ દરમિયાન બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે કહ્યું કે આપણા ઈતિહાસના પુસ્તકમાં એક ફકરો આપણા હિંદુ યોદ્ધાઓ પર છે, જ્યારે ઈતિહાસના પુસ્તકોમાં મુઘલો પર ઘણું બધું નોંધાયેલું છે. અમારા બાળકોને રાણા પ્રતાપ, પૃથ્વીરાજ ચૌહાણ, શિવાજી વિશે કોઈ ખાસ માહિતી નથી. મુઘલોનો ઈતિહાસ, અંગ્રેજોનો ઈતિહાસ ભણાવવામાં આવે છે. તેને સંતુલનની જરૂર છે અને ઇતિહાસના પુસ્તકો બદલવાની જરૂર છે.”

સોમવારે નડેસર પેલેસમાં વાતચીત દરમિયાન અક્ષય કુમારે કહ્યું હતું કે નવી પેઢીને આપણા હિન્દુ ધર્મના યોદ્ધાઓની વીરતા વિશે જણાવવું જરૂરી છે. જો હું લેખક હોત તો ઈતિહાસ બદલવાનો પ્રયત્ન કરત. એક કલાકાર તરીકે હું આ કામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. ફિલ્મો દ્વારા મારો નાનકડો પ્રયાસ છે કે નવી પેઢી તેમના ભૂતકાળ અને સંસ્કૃતિને જાણે. ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન માટે કાશી વિશ્વનાથથી ભગવો ધ્વજ લઈને સોમનાથ દર્શને જઈશું. અત્યારે નહીં બદલાય તો ક્યારે બદલાશે? બનારસનું ભોજન હૃદયને સ્પર્શી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

મોડી સાંજે અક્ષય કુમાર પોતાની ટીમ સાથે રાજઘાટ પહોંચ્યો હતો. અક્ષય કુમારને જોઈને દર્શકો પણ બેકાબૂ બની ગયા હતા. દરેક વ્યક્તિ વચ્ચે સેલ્ફી લેવા માટે હરીફાઈ કરવા લાગી. અક્ષય કુમાર, અભિનેત્રી માનુષી છિલ્લર અને દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ઘાટ પર ઉભેલા લોકોનું અભિવાદન કર્યું. અક્ષય કુમાર અને માનુષી છિલ્લર બોટિંગ કરવા નીકળ્યા. આ દરમિયાન ગંગાના પ્રવાહમાં બોટ ચાલી રહી હતી ત્યારે અચાનક અક્ષય કુમાર હર હર ગંગે કહેતા ગંગામાં કૂદી પડ્યો હતો. આ દરમિયાન તેઓ થોડીવાર ગંગામાં તર્યા અને પછી પાછા હોડીમાં બેસી ગયા. આ પછી દશાશ્વમેધ ગંગા આરતીમાં હાજરી આપી હતી.

Niraj Patel