સમ્રાટ પૃથ્વીરાજ બોક્સ ઓફિસ પર ફ્લોપ જતા અક્ષય કુમારે લીધો મોટો નિર્ણય, ચાહકો લાગશે મોટો ઝાટકો

સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ ઊંધા મોઢે પટકાતા જ અક્ષય કુમારે લીધો મોટો નિર્ણય, ફેન્સને લાગશે ઝટકો…

ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજની બોક્સ ઓફિસ નકામીએ અક્ષય કુમારને હલાવી દીધા છે. બોલિવૂડના ખિલાડી અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ બોક્સ ઓફિસ પર ઊંધા મોઢે પટકાઈ છે. અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સ્ટાર મોટા બજેટ વાળી ફિલ્મ લોકોને કઈ ખાસ પસંદ નથી આવી. હવે સમ્રાટ પૃથ્વીરાજ ફલોપ થવાના કારણે અક્ષય કુમારે મોટો ફેંસલો લીધો છે.

ફિલ્મના નિર્દેશક ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીના કહ્યા પ્રમાણે મીડિયામાં આવી રહેલ ખબર પ્રમાણે માનીએ તો ભવિષ્યમાં અક્ષય હવે કોઈ પ્રકારનો પ્રયોગ નહિ કરે. સાથે તે ફરી એક વખત એવી ફિલ્મો તરફ પાછા વળી જશે જેમાં ખાલી મસાલો હોય છે કન્ટેન્ટ નહિ.

દ્વિવેદીએ કહ્યું કે અક્ષયે ફિલ્મના શૂટિંગ દરમ્યાન કહ્યું હતું કે જો પૃથ્વીરાજ ચૌહાણનું બોક્સ ઓફિસ સારું નહિ રહે કે દર્શકો આ ફિલ્મને પસંદ નહિ કર એતો તે ફરી વખત રાઉડી રાઠૌર અને હાઉસફુલ જેવી ફિલ્મો તરફ પાછા ફરી જશે. પ્રયોગ કરવાનું જોખીમ નહિ લે.

તેમણે કહ્યું કે અક્ષય ફિલ્મ પ્રમોશન દરમ્યાન કહેતા હતા કે હું એક કોશિશ કરી રહ્યો છું. આવી રીતની ઐતિહાસિક કે કન્ટેન્ટ ફિલ્મો કરવાની. પરંતુ આ ઐતિહાસિક ફિલ્મ ચાલશે નહિ તો દુઃખ થશે. જોકે વ્યક્તિગત રૂપથી મને કોઈ ફર્ક નહિ પડે કેમકે એક વાર ફરી મસાલા અને એક્શન ફિલ્મો કરવા લાગીશ.

અક્ષયનો આ ફેંસલો તેના ચાહકો માટે મોટી ખબર છે. તાજેતરના વર્ષોમાં અક્ષયે તેની ખિલાડી કુમાર અથવા મનોરંજક ઇમેજથી હટીને કામ કરવાનો પ્રયાસ કર્યો છે. તેને ઘણી ફિલ્મોમાં સફળતા મળી પરંતુ સમ્રાટ પૃથ્વીરાજ તેની મહત્વકાંક્ષી ફિલ્મ હતી જે તેની કારકિર્દીની સૌથી મોટી ફ્લોપ સાબિત થઈ.

Dhruvi Pandya