ઘરેથી પાણીપુરી ખાવા માટે નીકળેલી બે સગી બહેનોએ ટ્રેન સામે કૂદીને કર્યો આપઘાત, પહેલી ટ્રેનના ચાલકે ટ્રેન રોકીને પોલીસને ફોન કર્યો, તો પોલીસ આવે એ પહેલા જ..

દેશભરમાંથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણા સામુહિક આપઘાતના કિસ્સાઓ પણ સામે આવતા જોવા મળે છે. હાલ એવો જ એક કિસ્સો ખુબ જ ચર્ચામાં છે જેમાં બે સગી બહેનોએ ટ્રેન નીચે કૂદીને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણકારી મળતા જ આસપાસના વિસ્તારમાં ચકચારી મચી ગઈ છે. (તસવીરો: સૌજન્ય-દૈનિક ભાસ્કર)

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના અજમેર જિલ્લાના વ્યાવરના મેવાડી ગેટ બહાર બની હતી. હજુ સુધી આપઘાત કરનારી આ બંને બહેનોના આપઘાત કરવા પાછળનું કારણ નથી જાણી શકાયું. બંને બહેનોના સાસરી પક્ષ કે પિયરપક્ષના લોકોએ ના કોઈ શંકા જાહેર કરી છે ના કોઈ એવી વાત જણાવી છે જેના કારણે તેમની મોતના કારણોના ખુલાસો થઇ શકે. હવે મોતના કારણોનો ખુલાસો મૃતક નિશાના જીન્સમાં ફસાયેલા મોબાઈલ દ્વારા થઇ શકવાની સંભાવના છે.

આપઘાત કરનારી બંને યુવતીઓ સગી બહેનો હતી. જણાવામાં આવી રહ્યું છે કે યુવતીઓએ પહેલા એક માલગાડી આગળ આવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટ્રેન ચાલકે સમજદારીથી કામ લઈને ટ્રેનને રોકી દીધી અને યુવતીઓને ટ્રેકથી હટાવીને પોલીસને સૂચના આપવામાં આવી.

પરંતુ પોલીસ જ્યાં સુધી ત્યાં પહોંચે એ પહેલા જ બંને યુવતીઓ બીજી માલગાડી આગળ છલાંગ લગાવી દીધી. જેમાં બંને બહેનોના ઘટના સ્થળે જ મોત થઇ ગયા. આ ઘટના સોશિયલ મીડિયા ઉપર પણ ચર્ચાનો વિષય બની ગઈ હતી. આ ઘટના ગત રવિવારના રોજ બની હતી. આ ઘટના બાદ આસપાસના ઘણા લોકો ત્યાં ભેગા થઇ ગયા હતા.

ઘટના સ્થળે પહોંચેલી પોલીસને મૃતકોની તપાસ દરમિયાન કોઈ ઓળખ દસ્તાવેજ કે અન્ય કોઈ સામાન મળ્યો નહોતો. પરંતુ સોમવારના રોજ પોસ્ટમોર્ટમ કાર્યવાહી માટે શબને પોસ્ટમોર્ટમ ટેબલ ઉપર લેવામાં આવ્યા હતા, જ્યાં તપાસમાં મૃતક નિશાના જીન્સમાંથી મોબાઈલ ફસાયેલો મળ્યો હતો. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃતકે તેના જીન્સના પાછળના ખિસ્સામાં મોબાઈલ મુક્યો હતો. પ્રાનુત માલગાડીની ટક્કરના કારણે મોબાઈલ ખિસ્સામાંથી નીકળી અને કપડામાં ફસાઈ ગયો. હવે પોલીસ મોબાઈલમાંથી શું નીકળે છે તેની તપાસમાં લાગ્યું છે.

મૃતક બહેનોના પરિવારજનોએ જણાવ્યું કે બન્ને ચાટ પકોડી ખાવા માટે ઘરેથી નીકળ્યા હતા. તેવામાં પરિવારજનો એ પણ સમજી નથી રહ્યા કે તે ત્યાં કેવી રીતે પહોંચ્યા અને એક સાથે જ બંનેએ આ પગલું કેમ ભર્યું હતું ? પરિવારજનોનું કહેવું છે કે તે બંને બહેનો હોવા છતાં પણ તેમની વચ્ચે ખુબ જ પ્રેમ પણ હતો. તે બંને એકબીજા સાથે બહેનપણીઓની જેમ રહેતી હતી.

Niraj Patel