ચહેરા પર મુસ્કાન અને આંખોમાં ગર્વ…જ્યારે ફ્લાઇટમાં એર હોસ્ટેસ દીકરીએ ચરણ સ્પર્શ કરી કર્યુ માતા-પિતાનું વેલકમ, જુઓ ઈમોશનલ વીડિયો
બાળક માટે સૌથી ખુશીની ક્ષણ એ હોય છે જ્યારે તેના માતા-પિતા તેના પર ગર્વ કરે. તેના માતા-પિતાને ગર્વથી હસતા જોવું એ દરેક બાળકનું સૌથી મોટું સ્વપ્ન હોય છે. એક માતા-પિતાના ચહેરા પર આવું જ મોટું સ્મિત જોવા મળ્યું જ્યારે તેઓ એ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા જેમાં તેમની દીકરી લીડ કેબિન ક્રૂ તરીકે કામ કરી રહી હતી. તેમની પુત્રીને આ રીતે જોઈને માતા-પિતાની ખુશીનો કોઈ પાર નહોતો.

ઈન્ડિગો એરલાઇન્સની એર હોસ્ટેસ પરમિતા રોયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ફ્લાઇટમાં તેના માતા-પિતાનું સ્વાગત કરતી જોવા મળે છે. ખાસ વાત એ છે કે તે એ ફ્લાઇટમાં લીડ કેબિન ક્રૂ (મેઇન એર હોસ્ટેસ) તરીકે કામ કરી રહી હતી. પરમિતાએ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી લખ્યું, ‘મારા માતાપિતાને લીડ કેબિન ક્રૂ તરીકે સરપ્રાઇઝ કરવાની આ એક ખાસ ક્ષણ છે. આ મારી ડ્રિમ ફ્લાઇટ હતી, જે હું હંમેશા યાદ રાખીશ.’

વીડિયોમાં પરમિતા તેના માતાપિતાનું સ્માઇલ સાથે સ્વાગત કરે છે અને પછી તેમના પગ સ્પર્શ કરે છે. તેના માતાપિતા પણ ગર્વિત ચહેરા સાથે ફ્લાઇટમાં પ્રવેશ કરે છે. પરમિતાએ આ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @ms.parmita પરથી શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 8 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.
View this post on Instagram