ડોક્ટર કે હેવાન? અમદાવાદમાં મહિલા દર્દીને બેભાન કરી બનાવ્યા ગંદા વીડિયો, વારંવાર આચર્યું દુષ્કર્મ પછી તો…

ડોક્ટર કે હેવાન? અમદાવાદમાં ફિજીયોથેરાપીસ્ટએ મહિલા દર્દીને બેભાન કરી બનાવ્યા ગંદા વીડિયો, વારંવાર આચર્યું દુષ્ક**, જુઓ

અમદાવાદના મણિનગરમાંથી એક આઘાતજનક કેસ પ્રકાશમાં આવ્યો છે. શહેરના નારોલ વિસ્તારમાં રહેતા ફિઝિયોથેરાપિસ્ટ પર આરોપ લાગ્યો છે કે તેને એક દર્દીને નશીલો પદાર્થ આપ્યોઅને તેનું શોષણ કર્યું. માત્ર આટલું જ અહીં, એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેણે અશ્લીલ વીડિયોઝ બનાવ્યા છે અને દર્દીને વારંવાર બ્લેકમેઇલ કરીને દર્દી સાથે દુષ્કર્મ આચર્યું છે.

મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, નારોલ નિવાસી 35 વર્ષીય પીડિતા ડો એ ક્લીનીકમાં ડાયાબિટીઝ અને ત્વચા સંબંધિત રોગોની સારવાર માટે આવતી જતી હતી. ગયા વર્ષે મે મહિનામાં તે મહિલા સાથે કથિત ગેરવર્તન શરૂ થયું હતું જ્યારે તે ક્લિનિકમાં ગઈ હતી.ફરિયાદમાં જણાવાયું છે કે એકવાર જયારે તે ડોક્ટર પાસે ગઈ તયારે ડોક્ટરે તેને એક ઈન્જેકશન આપ્યું અને દાવો કર્યો કે આનાથી તેની તકલીફ ઓછી થઇ જશે. જો કે તે ઇન્જેક્શન પછી મહિલા બેભાન થઈ ગઈ.

તેની બેભાનતાનો લાભ ઉઠાવતા, આરોપીઓએ કથિત રૂપે તેના કપડા ઉતારી અને તેની સંમતિ વિના અશ્લીલ ફોટોઝ અને વીડિયોઝ બનાવ્યા.ત્યારબાદ, ડો કથિત રીતે મહિલાને બ્લેકમેલ કરી અને તેને 4 લાખ રૂપિયા રોકડ અને કિંમતી ઘરેણાં આપવા પર મજબુર કરી. હાલાત ત્યારે વધુ ગંભીર થઇ જ્યારે આરોપીઓએ મણિનગરની એક હોટલમાં પીડિતાને તેની સાથે આવવા પર મજબુર કરી અને ધમકી આપી કે જો તેને આવું ના કર્યું તો તે તેના અશ્લીલ વીડિયોઝ અને ફોટોઝ વાયરલ કરી દેશે.

આ ધમકીના સહારે ડોક્ટરે વારંવારં મહિલા દર્દી પર દુષ્કર્મ આચર્યું.આખરે કંટાળીને મહિલા દર્દીએ આ બનાવ અંગે તેના પતિને જાણ કરી. પતિના સહયોગની મદદથી મહિલા દર્દીએ પોલીસનો સંપર્ક કર્યો અને બળાત્કારનો ગુનો દાખલ કર્યો. પોલીસે બનાવની તાપસ કરવાનું શરુ કર્યું છે અને ડો. ની તલાશ કરી રહી છે. અધિકારીઓને આશા છે કે આરોપી પકડાઈ જાય અને તેની પૂછપરછમાં વધુ વિગતો સામે આવે.

Previous Article

એઆર રહેમાન સાથે કામ કરી ચૂકેલી સિંગરે કરી આત્મહત્યાની કોશિશ, હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

Next Article

એક જ કપડાં પેહરી વારંવાર ગઈ દુબઇ, દરેક ટ્રીપમાં 12-13 લાખ મળતા, અભીનેત્રીની ધરપકડ બાદ થયો મોટો ખુલાશો

error: Protected Content!