ખબર

આસારામના આશ્રમમાંથી ગુમ થયેલા યુવકને લઈને ખુલ્યું મોટું રહસ્ય, જાણીને તમે પણ હેરાન – પરેશાન થઇ જશો

અમદાવાદમાં આવેલો આસારામ બાપુનો આશ્રમ હાલ ખુબ જ ચર્ચામાં છે. ગત રોજ આશ્રમમાં પોતાના મિત્રો સાથે આવેલ એક યુવક ગુમ થવાની ખબર આવી હતી, જેના બાદ આશ્રમ ઉપર ફરીથી ઘણા સવાલો ઉભા થઇ રહ્યા હતા. યુવકના પરીવારજનોને જાણ થતા તેઓ અમદાવાદ આવીને યુવકની શોધખોળ કરી હતી પરંતુ તેમનો દિકરો મળી ન આવતા અંતે પોલીસની મદદ માંગી છે. ત્યારે હવે આ મામલામાં એક ઇમેઇલ પણ સામે આવ્યો છે.

હૈદરાબાદથી મિત્ર સાથે ભક્તિમાં લીન થવા આસારામના મોટેરા આશ્રમ આવેલો યુવક વિજય યાદવ સહીસલામત હોવાનો અને પોતાની મરજીથી એકાંતમાં ગયો હોવાનો ઇમેઇલમાં દાવો કરવામાં આવ્યો છે. આસારામ આશ્રમના આઈડી પરથી આ ઈમેલ કરાયો હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે.

વિજય યાદવે ઇ-મેઈલમાં લખ્યું છે કે, “તે પોતાની મરજીથી એકાંતમાં જઈ રહ્યો છે. આશ્રમ પર કોઈ આક્ષેપ લગાવવામાં ન આવે.” ગુમ થયેલા યુવક વિજયના ભાઈએ ચાંદખેડા પોલીસ સ્ટેશને પોતાનો ભાઈ ગુમ થયો હોવાની જાણવાજોગ ફરિયાદ કર્યા બાદ વિજય યાદવે આશ્રમના ઈ-મેઈલ આઈડી પર ઈ-મેઈલ કર્યો હતો અને પોતે સહી સલામત હોવાનો દાવો કર્યો છે.

ગુમ થયેલા યુવકે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે તેના પરિવારજનો તેને ગેરમાર્ગે જતા રોકી રહ્યા છે. ઉપરાંત તેણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે મે મારી મરજીથી નિર્ણય લીધો છે. જેમા કોઈનો દોષ છેજ નહી. યુવકે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે આશ્રમ પર કોઈ આક્ષેપો ન લગાડતા, હુ સમય આવતા પાછો આવી જઈશ એમ જણાવ્યું છે.