અમદાવાદના બાપુનગરનો ચોંકાવનારો કિસ્સો ! પિતાએ જ કરી 10 વર્ષના પુત્રની હત્યા; જાણો સમગ્ર અહેવાલ

અમદાવાદના બાપુનગરમાંથી એક ખૂબ જ હચમચાવતી ઘટના સામે આવી. એક પિતાએ પોતાના જ 10 વર્ષના માસૂમ પુત્રની હત્યા કરી દીધી. પિતાએ તેના દીકરાને પાણીમાં સોડિયમ નાઈટ્રાઈટ પીવડાવી દીધુ. એવી માહિતી સામે આવી છે કે પત્ની મહેસાણા જતા પિતાએ બાળકોની હત્યા કરી પોતે આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું. જો કે પુત્ર મૃત્યુ પામતા પિતા ફરાર થયો હતો. પરંતુ પોલીસે તેને દબોચી દીધો છે. આ મામલે આરોપીના મોટા ભાઈએ પોલીસમાં ફરિયાદ કરી છે.

તેણે જણાવ્યું કે, તેના નાના ભાઈએ 10 વર્ષીય પુત્રને એક ગ્લાસમાં આશરે 30 ગ્રામ જેટલું સોડીયમ નાઈટ્રાઈટ પીવડાવી દીધુ, જેને કારણે તેનું મોત નીપજાવ્યું. ફરિયાદીએ એવું પણ જણાવ્યું કે, મારા ભાઈએ મને જણાવ્યું હતું કે મારી પત્ની મહેસાણા ગઈ હતી. ઘરે હું માતા-પિતા અને પુત્ર-પુત્રી સાથે હાજર હતા. તે સમયે મને મારા બાળકો સાથે મરી જવાનો વિચાર આવ્યો.

જેને કારણે સવારે આશરે સાડા નવેક વાગ્યે પુત્ર અને પુત્રીને ઉલ્ટી ન થાય તેવી દવા પીવડાવી અને પછી એક ગ્લાસમાં આશરે 30 ગ્રામ જેટલો સોડીયમ નાઈટ્રાઈટ નાખી દિકરાને પીવડાવી દીધુ. જો કે થોડીવાર બાદ તેને પેટમાં દુખાવો થતા અને ઉલટી થવા લાગતા તે ગભરાઈ ગયો અને ઘરેથી ભાગી ગયા બાદ પોલીસ સ્ટેશન આવી સમગ્ર હકીકત જણાવી.

હાલ તો પોલીસે આરોપીને દબોચી લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, આરોપીનું નામ કલ્પેશ ગોહિલ છે, જે બાપુનગરના નર્મદા આવાસમાં રહે છે. તેણે પોતાના 10 વર્ષીય દીકરા ઓમની હત્યા કરી છે. અમુક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પતિ-પત્ની વચ્ચે ચાલતી તકરારને કારણે પતિએ માસૂમની હત્યા નિપજાવી હતી.

Previous Article

બ્લેક ડીપનેક આઉટફિટમાં કમાલ લાગી મલાઇકા, 51 ની ઉંમરે ઉડાવ્યા બધાના હોંશ- ફિગર જોઇ ફેન્સના શ્વાસ અટકી ગયા

Next Article

FACT CHECK : શું સાચે મહિલા પ્રોફેસરે કર્યા વિદ્યાર્થી સાથે લગ્ન ? સામે આવી હેરાન કરી દેનારી વાત- જાણો હકિકત

error: Protected Content!