કોરોના મહામારી વચ્ચે ટીવી ઈન્ડસ્ટ્રીથી લઈને બોલીવુડના ઘણા કપલ લગ્નગ્રંથિથી જોડાયા છે તો ઘણા કપલ્સ માતા-પિતા બન્યા છે. એવી જ કંઈક ખબર હાલના સમયમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરાની સામે આવી રહી છે.

જ્યારથી લોકડાઉન લાગુ થયું છે ત્યારથી પ્રિયંકા પોતાના પતિ સાથે લોસ એન્જેલસમાં રહી છે. એવામાં તાજેતરમાં પ્રિયંકા-નિકને લંડનના રસ્તાઓ પર એકબીજાના હાથ પકડેલા સ્પોટ કરવામાં આવ્યા છે. આ સમયે પ્રિયંકાએ પિન્ક ગ્લિટર ટોપ અને બ્લેક પેન્ટ પહેર્યું હતુ અને ઉપર જેકેટ પણ પહેર્યું હતું. કોરોનાના નિયમોને ધ્યાનમાં રાખીને બંન્નેએ ચેહરા પાર માસ્ક પણ પહેરી રાખ્યા હતા.

નિક જૉનસ ગ્રીન ટી શર્ટ, જીન્સ અને લોન્ગ કોટમાં ખુબ જ હેન્ડસમ લાગતા હતા. તસ્વીરો વાયરલ થવાનું કારણ એ છે કે તસ્વીરોમાં પ્રિયંકાનું પેટ વધેલું દેખાઈ રહ્યું છે. જેને લીધે લોકો એવી અટકળો લગાવી રહ્યા છે કે પ્રિયંકા ગર્ભવતી છે.

તસ્વીરો જોઈને અમુક ચાહકોએ તો તેને શુભકામનાઓ આપવાનું પણ શરૂ કરી દીધું હતું. એક યુઝરે લખ્યું કે,”કહી દો કે તે પ્રેગ્નેન્ટ છે”, બીજા એક યુઝરે લખ્યું કે,”બસ હવે હું એ ઘોષણા કરું છું કે પ્રિયંકા ગર્ભવતી છે”. જો કે નિક-પ્રિયંકા તરફથી ગર્ભવતી હોવાની કોઈ ખબર સામે આવી નથી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા રાજકુમાર રાવ સાથે ફિલ્મ દ વ્હાઇટ ટાઇગરમાં જોવા મળશે, આ ફિલ્મ અરવિંદ અડિગના પુસ્તક વ્હાઇટ ટાઇગર પર આધારિત હશે. આ સિવાય પ્રિયંકા વી કેન બી હીરોઝ માં પણ જોવા મળશે.

જો કે આગળના વર્ષે પણ પ્રિયંકાની ગર્ભવતી હોવાની ખબરો આવી હતી. ત્યારે પ્રિયંકાએ આ વાતને ખોટી જણાવતા કહ્યુ હતું કે તેણે ક્રિસમસના દિવસોમાં વધારે પડતું જ ખાઈ લીધું હતું અને તેને લીધે તેનો વજન ખુબ વધી ગયો છે અને લોકોએ તેને પ્રેગ્નેન્ટ સમજી લીધી.