ચહલ સાથે છૂટાછેડા બાદ પાર્ટી કરવા નીકળી ધનશ્રી વર્મા, ટૂંકા ટૂંકા સ્કર્ટમાં જોરદાર ફિગર દેખાડ્યું, જુઓ વીડિયો
ફેમસ કોરિયોગ્રાફર અને ડાંસર ધનશ્રી વર્મા હાલમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. ધનશ્રી વર્મા અને ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલના છૂટાછેડા થઇ રહ્યા છે. છૂટાછેડાના સમાચાર બહાર આવ્યા બાદથી ધનશ્રી અને ચહલ ઇન્સ્ટાગ્રામ પર સતત રહસ્યમય પોસ્ટ શેર કરી રહ્યા છે. જણાવી દઈએ કે ધનશ્રી અને યુઝવેન્દ્ર બંનેએ તેમના છૂટાછેડાની હજુ પુષ્ટિ કરી નથી પરંતુ આ મામલો હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છૂટાછેડા પછી ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ તેમના જીવનમાં આગળ વધી ગયા છે.

આ દરમિયાન ધનશ્રી વર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધનશ્રી પાર્ટી કરતી જોવા મળી રહી છે. આ સાથે તે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો પણ શેર કરી રહી છે. ધનશ્રી વર્મા તાજેતરમાં મુંબઈમાં જોવા મળી હતી. તે એક કાફેની બહાર સ્પોટ થઇ હતી, આ દરમિયાન તેણે પેપરાજીને પોઝ પણ આપ્યો હતો. આ દરમિયાનના ધનશ્રીના લુકની વાત કરીએ તો, તેણે મીની સ્કર્ટ પહેર્યુ હતુ અને સાથે સિલ્વર ટોપ કેરી કર્યુ હતુ.

આ લુક સાથે તેણે ખુલ્લા વાળ રાખ્યા હચા અને મેકઅપ પણ કર્યો હતો. જણાવી દઇએ કે, ધનશ્રી વર્માની આ સ્ટાઇલ કેટલાક લોકોને પસંદ આવી રહી છે, તો કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવી રહ્યા છે. ધનશ્રીના આ પાર્ટી વીડિયો પર લોકો ભારે ટિપ્પણી કરી રહ્યા છે. એકે લખ્યું- તે એક નવા શિકારની શોધમાં છે. બીજાએ લખ્યું- ક્વીન પાછી આવી ગઈ છે. ત્યાં એકે લખ્યું- તે બચ્ચી બનતી જઇ રહી છે, સાથે 60 કરોડની ઝલક પણ દેખાઇ રહી છે. જણાવી દઇએ કે, ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયા પર એક ડાન્સ વીડિયો શેર કર્યો હતો જેને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. ધનશ્રી ફિલ્મ ‘ધૂમ’ના ‘ડોન્ટ ટચ મી’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી. ધનશ્રીનો આ વીડિયો ખૂબ વાયરલ થયો. લોકોએ આના પર પણ ઘણી કમેન્ટ કરી. ઉલ્લેખનીય છે કે, ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલના લગ્ન ડિસેમ્બર 2020 માં થયા હતા. તેમના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા પરંતુ આ લગ્ન 5 વર્ષ પણ ન ટકી શક્યા. હવે સમાચાર છે કે બંને અલગ રહે છે અને ટૂંક સમયમાં છૂટાછેડાનું એનાઉન્સમેન્ટ કરશે.
View this post on Instagram