30 વર્ષ પછી પોતાની રાશિમાં પરત ફરી રહ્યો છે શનિ, આ રાશિવાળા લોકો રહે સાવધાન

આમ તો હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે. લોકોની પોતાની શ્રદ્ધા અનુસાર દેવી દેવતાઓની પૂજા અર્ચના કરે છે. ખાસ કરીને શનિદેવ જો કોઈ ભક્ત ઉપર પ્રસન્ન થાય તો તેમને રંકમાથી રાજા બનાવી દે છે અને જો તે કોઈના પર ક્રોધિત થાય તો તે રાજામાંથી રંક પણ બનાવી દે છે.

તમને જણાવી દઈએ કે ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં શનિનું રાશિ પરિવર્તન લોકોના જીવન પર ઉંડી અસર કરે છે. નોંધનિય છે કે બધા ગ્રહો કરતા શનિ ધીમી ગતિએ તેમની રાશિમાંથી પરિવર્તન કરે છે. તે અઢી વર્ષમાં એકવાર પોતાની રાશિ બદલે છે. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે હાલમાં શનિ મકર રાશિમાં છે અને 2022 તે પોતાની સ્વરાશિ કુંભમાં ગોચર કરશે. તો આવો તમને જણાવીએ કે આ રાશિ પરિવર્તનની તમારા પર કેવી અસર પડશે.

જાણો ક્યારે થશે શનિનું રાશિ પરિવર્તન : શનિ 29 એપ્રીલ 2022ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. નોંધનિય છે કે શનિ અઢી વર્ષમાં એકવાર રાશિ બદલે છે. આ પરિણામે શનિ 30 વર્ષ પછી સ્વરાશિ કુંભમાં પરત ફરી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શનિ આ રાશિનો સ્વામી પણ છે. શનિનું રાશિચક્ર 30 મહિના એટલે કે અઢી વર્ષમાં પુરુ થાય છે.

શનિની સાડા સાતી : આ અંગે જ્યોતિષશાસ્ત્રોનું માનીએ તો વર્ષ 2022માં શનિ જેવો કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ધન રાશિના જાતકો શનિની સાડાસાતી માંથી મુક્ત થઈ જશે. જ્યારે મીન રાશિમાં તેના પહેલા ચરણની શરૂઆત થઈ જશે તો બીજી તરફ કુંભ રાશિના લોકો માટે સાડા સાતીના બીજા ચરણની શરૂઆત થઈ જશે. આ ઉપરાંત મકર રાશિમાં તેના છેલ્લા ચરણની શરૂઆત થશે.

શનિની ઢૈયાની આ રાશિ પર પડશે અસર : જો આપણે શનિની ઢૈયા વિશે વાત કરીએ તો નવા વર્ષ 2022માં ગોચર પછી કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો ઢૈયાના વિસ્તારમાં આવી જશે. આ માટે જ્યોતિષિઓ આ બન્ને રાશિના લોકોને સાવધાની પૂર્વક રહેવાની સલાહ આપી રહ્યા છે. આ ઉપરાંત મિથુન અને તુલા રાશિના લોકોને શનિની ઢૈયામાંથી મુક્તિ મળી જશે.

સાડા સાતીથી બચવાના ઉપાય : તમને જણાવી દઈએ કે જો આ સમય દરમ્યાન કોઈ વ્યક્તિ શનિની સાડા સાતી કે ઢૈયાના પ્રભાવ હેઠળ આવી જાય તો તેનાથી બચવાના ઉપાયો પણ આપણા શાસ્ત્રોમાં આપવામાં આવ્યા છે. શનિના પ્રકોપથી બચવા માટે શનિવારે શનિદેવની મૂર્તિ પર સરસોનું તેલ અર્પણ કરો. આ ઉપરાંત પીપળાના વૃક્ષની પૂજા કરો. શનિદેવની મૂર્તિ અને પીપળાના વૃક્ષ સામે દીવો પ્રગટાવો. એટલું જ નહીં શનિ દેવ સાથે સંબંધિત વસ્તુઓ જેમ કે તેલ,લોખંડ, કાળી મસૂર, કાળા પગરખા, કાળા તલ, કસ્તુરી વગેરેનું દાન કરો.

YC