આ 10 રીતે, જાહેરાત કર્તાઓ આપણને મૂર્ખ બનાવે છે અને આપણે મૂર્ખ બની પણ જઈએ છીએ

કરોડો કમાતા કંપની વાળા તમને આવી રીતે મૂર્ખ બનાવે છે, જુઓ

જ્યારે ખાણી પીણી જાહેરાતોમાં દેખાય છે, ત્યારે મોઢામાં પાણી આવી જાય છે.આવો અદભૂત દેખાવ કે માણસ એકદમ લલચાયી જાય છે. જયારે એ જ વસ્તુ વાસ્તવિકતામાં જોઈએ ત્યારે તે લોકોની ભાવનાઓ સાથે રમાડવામાં આવે છે.મતલબ કે દૂરથી દેખાતા ઢોલ સુંદર જરૂર લાગતા હોય પરંતુ એ ફાટેલ હોય છે.

તમે વિચારતા જ હશો કે આવું કેમ થાય છે? તો આનો સરળ જવાબ એક જ છે, જે દેખાય છે તે જ વેચાય છે. એટલા માટે જ જાહેરાતોમાં બધી ખાદ્ય ચીજોને દેખાડીને જબરદસ્ત કલાકારી કરવામાં આવે છ.આજે આ કલાકારી ઉપરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છે !!

1. સોફ્ટ ડ્રિન્કમાં ફીણ દેખાડવા માટે એમાં એન્ટાસિડ્સ નાખવામાં આવે છે: જાહેરાતોમાં સોફ્ટ ડ્રિન્કમાં પરપોટા જ પરપોટા દેખાય છે કેમકે એમાં એન્ટાસિડ્સ નાખવવામાં આવે છે બાકી જયારે તે સામે આવે છે ત્યારે બધી હવા નીકળી જાય છે

2. ધુમાડો ખાવામાં નહિ પણ ગરમ ગરમ ભીના સુતરાઉ રૂમાંથી નીકળે છે: હવે શા માટે કોઈ ઠંડો ખોરાક ખાવા માંગશે. તેથી ખોરાકને ગરમ બતાવા માટે ખુબ જ ચતુરાઈથી તેની પાછળ એક ભીનું સુતરાઉ રૂ સળગાવીને રાખવામાં આવે છે.તેમાંથી ધીમે ધીમે વરાળ નીકળે છે જે તેને જોતાં જ લાગે છે કે જે તે વસ્તુમાંથી બહાર આવી રહી છે.

3.ચમકતા ફળ અને શાકભાજી પાછળ ડિઓડોરન્ટ કે વાળના સ્પ્રે હોય છે: જાહેરાતોમાં જોવા મળતા ફળો અને શાકભાજી એટલા તાજા લાગે છે કે તે વિશ્વના કોઈ પણ બજારમાં જોવા નહીં મળે.ખરેખર તેની ચમક ડિઓડોરન્ટ અથવા વાળના સ્પ્રેને કારણે છે. અને તમે ફોકટમાં તમારા શાકભાજી વાળાને દોષ આપો છો

4. આઇસક્રીમ નહીં બટાટા દેખાડે છે તમને..: જાહેરાતોમાં, જે કોનની ઉપર આઇસક્રીમ હોય છે તે વાસ્તવમાં આઇસક્રીમ હોતો જ નથી તે છૂંદેલા બટાટા હોય છે આની પાછળનું કારણ એ છે કે શૂટિંગ દરમિયાન આઇસક્રીમ પીગળવા લાગશે પણ બટાટા નહીં.

5. પ્લેટને ગમે તેમ ફેરવો છતાં પણ ખાવાનું હલતું નથી કેમ ?: આની પાછળ ક્લેનો કમાલ હોય છે. એની મદદથી ફોટોગ્રાફર પ્લેટને કોઈપણ એંગલમાં મૂકે છે, અને તે પછી એક જોરદાર ફોટો તમારી સામે આવે છે.

6. બરફ નથી પણ પ્લાસ્ટિકના ક્યુબ હોય છે: જાહેરાતોમાં જોવા મળતો આઇસ ક્યુબ એવી લાગે છે કે એક એક ટુકડા બરફ જેવા લાગે છે. ખરેખર, આ પ્લાસ્ટિકના ક્યુબ છે.જે આઇસ ક્યુબના આકારમાં કોતરવામાં આવે છે.કારણ કે પ્લાસ્ટિકના ક્યુબ્સ ઓગળતા નથી.

7. ચિકનની અંદર હોય છે કાગળ: એક દમ ભરી ભરીને દેખાડવા વાળા રોસ્ટ ચિકનની અંદર કાગળના ટુકડા હોય છે, તેને સરખી રીતે રાંધવામાં આવતું નથી, જેથી તે વધુ ફુલેલું અને રસદાર દેખાય છે આ જ કારણ છે કે જ્યારે તમે તેને ઘરે અથવા દુકાનમાં બનાવતા જોશો, ત્યારે તે એટલું સરસ લાગતું નથી.

8.બનની ઉપર લાગેલા આ તિલ આટલા પરફેક્ટ કેમ હોય છે ?: જ્યારે તમે સખત મહેનત કરો છો અને તેને પ્રેમથી સજાવટ કરો છો, ત્યારે તો પછી પરફેક્ટ તો લાગશે જ ને.

9.આ બરેલા બર્ગર ખાલી જાહેરાતોમાં જ કેમ દેખાય છે?: એમાં અંદર ભરેલું મટન કે ચિકન પેટ્ટીને એક બાજુથી રાંધવું અને પનીરને થોડું પીગળી સૌથી શ્રેષ્ઠ એંગલથી ફોટો લો,એના પછી કંઈક આવો બર્ગર જોવા મળશે, તેને બસ જોઈ જ શકાય છે.

10.સ્ટ્રોબેરીની લાલાશ પાછળ લિપસ્ટિક હોય છે.: ખુબ જ સારી દેખાતી લાલ લાલ સ્ટ્રોબેરીનો રંગ લિપસ્ટિકની મદદથી આવે છે.

Patel Meet