અદનાન સામીએ કર્યું એવું ટ્રાન્સફોર્મેશન કે આજે 50ની ઉંમરમાં પણ લાગે છે કોલેજ બોય, તસવીરો જોઈને ઓળખવો પણ મુશ્કેલ

સિંગર અદનાન સામીના અવાજના લાખો ચાહકો છે, પરંતુ તે તેના જીવનમાં ગાયિકી સિવાય અન્ય ઘણી બાબતોને લઈને પણ ચર્ચામાં રહ્યો છે, પછી તે પાકિસ્તાનથી ભારતીય નાગરિક બનવાની તેની સફર હોય કે પછી તેની વજન ઘટાડવાની સફર હોય. અદનાન ફરી એકવાર ખુબ જ ચર્ચામાં આવ્યો છે અને આ ચર્ચાનું કારણ તેનું ટ્રાન્સફોર્મેશન છે.

અદનાન સામીએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક નવી તસવીરો શેર કરી છે, જે ઈન્ટરનેટ પર ખૂબ જ હંગામો મચાવી રહી છે, આ તસવીરોમાં અદનાન પહેલા કરતા વધુ ફિટ અને યુવાન દેખાઈ રહ્યો છે જાણે કે તે કોઈ કોલેજ બોય હોય. થોડા વર્ષો પહેલા પણ અદનાન સામી પોતાનું વજન ઘટાડવાને લઈને ચર્ચામાં આવ્યો હતો.

તે સમયે અદનાનનું વજન 230 કિલો હતું અને તેણે 155 કિલો વજન ઘટાડ્યું હતું. ટ્રાન્સફોર્મેશન પછી જ્યારે અદનાન બહાર આવ્યો ત્યારે ગાયકને જોઈને બધાના હોશ ઉડી ગયા હતા. હવે તેણે ફરી એકવાર તે જ કર્યું છે. સિંગર દ્વારા શેર કરવામાં આવેલા લેટેસ્ટ ફોટોઝમાં તે 50 વર્ષની ઉંમરે 25 વર્ષ જેટલો યુવાન લાગી રહ્યો છે.

હવે તેના ટ્રાન્સફોર્મેશન સિવાય, લોકો તેના ગ્રૂમિંગને જોઈને વધુ આશ્ચર્યચકિત છે. અદનાને ઘણું વજન ઘટાડીને પોતાને સ્લિમ અને ફિટ શેપ આપ્યો છે, પરંતુ હવે તેની લેટેસ્ટ તસવીરો જોઈને તેને ઓળખવો મુશ્કેલ છે. અદનાન સામીએ માલદીવના વેકેશનની પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

બ્લેક ટી-શર્ટ, એવિએટર સનગ્લાસ, ટ્રિમ્ડ લુક સાથે અદનાને સમુદ્રની નજીકથી પોતાનો એક શાનદાર ફોટો શેર કર્યો છે. તેણે તેના પરિવાર સાથેનો બીજો ફોટો પણ શેર કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેમના આ ફોટા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક યુઝરે લખ્યું- ‘આખરે તમે કોણ છો ? અને કોઈ આટલું હોટ ​​કેવી રીતે હોઈ શકે ?’ એક યુઝરે લખ્યું- ‘હું મારી આંખો પર વિશ્વાસ નથી કરી શકતો… જોરદાર ટ્રાન્સફોર્મેશન.’ એકે અદનાનના વખાણમાં લખ્યું- ‘લોકો દિવસે દિવસે વૃદ્ધ થાય છે, પરંતુ અદનાન સામી યુવાન થઈ રહ્યો છે.”

અદનાનમાં આવેલો આ બદલાવ ખરેખર અવિશ્વસનીય તેમજ પ્રેરણાદાયી છે. તેણે પોતાના પર ઘણું કામ કર્યું છે, જેનું પરિણામ આજે આખી દુનિયા જોઈ રહી છે. એક સમયે પોતાના વજનના કારણે લોકો સાંભળતા અદનાનને જોઈને હવે એ જ લોકો તેના વખાણના પુલ બાંધી રહ્યા છે.

અદનાનની પોસ્ટ પર ઘણા યુઝર્સે કોમેન્ટ કરીને ભારે આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું છે. કોઈ તેને ઓળખવાનો ઇનકાર કરે છે, તો કોઈ તેની પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતો નથી. અદનામ ગાયક, સંગીતકાર, સંગીત રચયિતા અને પિયાનોવાદક છે. તે હિન્દી તેમજ સાઉથની ફિલ્મો માટે સંગીત આપે છે.

સંગીતની દુનિયામાં તેમના યોગદાન માટે તેમને દેશનો સર્વોચ્ચ પદ્મશ્રી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે. અદનાને  ‘ભર દો ઝોલી મેરી’, ‘તેરા ચેહરા’, ‘ભીગી ભીની રાત મેં’, ‘યાદ રાખો’, ‘સુન જરા’, ‘તેરે બિના જિયા જાયે ના’ ગાયું છે.

Niraj Patel