વધુ એક થપ્પડકાંડ ! IAS મંજૂષા વિક્રાંત રાયે દુકાનદારને માર્યો થપ્પડ, ખબર છે શું વાંક હતો?

અત્યારે થોડા દિવસ પહેલા જ છત્તીસગઢના એક અધિકારીનો એક યુવકને થપ્પડ મારતો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના પર ઘણી બબાલ મચી હતી. હવે મધ્યપ્રદાશમાંથી પણ એક એવો મામલો સામે આવ્યો છે.

શાજાપુરમાં એક મહિલા અધિકારીએ કોરોના કર્ફયુ દરમિયાન ખુલ્લી દુકાનમાં હાજર એક બાળકને થપ્પડ માર્યો હતો. આ ઘટના આમ તો 2 દિવસ જૂની છે પરંતુ તેનો વીડિયો હાલ સામે આવી રહ્યો છે.

મધ્યપ્રદેશના માલવા ક્ષેત્રના શાજાપુરની અપર કલેક્ટર મંજૂષા વિક્રાંત રાયનો થપ્પડ મારતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમણે બે દિવસ પહેલા કર્ફયુ દરમિયાન એક ચંપલની દુકાનમાં હાજર યુવકને થપ્પડ માર્યો હતો.

દુકાન ખોલવા પર એડીએમે ગુસ્સો ઠાલવ્યો હતો. વીડિયોમાં મહિલા અધિકારી સાથે કેટલાક પોલિસવાળા પણ છે. જે પૂછપરછ કરી રહ્યા છે અને દુકાન બંધ કરાવી રહ્યા છે. આ દરમિયાન અધિકારી એક છોકરાને થપ્પડ મારી દે છે.

આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. આ પર જિલ્લા પ્રશાસને પહેલા આ દુકાનદારોને સમજાવ્યા અને તે લોકો ના માન્યા અને ધારા 188ની કાર્યવાહી પણ કરી. તો આવા દુકાનદારો પર સખ્તી દર્શાવતા ADM મંજૂષા કિલા રોડ ક્ષેત્ર પહોંચ્યા તો કેટલીક દુકાનો ખુલ્લી હતી અને એક ચંપલના વ્યવસાયીને ADMએ પહેલા ફટકાર લગાવી.

Shah Jina