અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે ગુપચુપ કરી લીધા લગ્ન, તેલંગાણાના મંદિરમાં સંપન્ન થઇ લગ્નની રસ્મો
અદિતિ રાવ હૈદરીએ સાઉથ એક્ટર સિદ્ધાર્થ સાથે કર્યા લગ્ન : તેલંગાણાના મંદિરમાં ગુપચુપ લીધા ફેરા, કપલ તરફથી ઓફિશિયલ એનાઉન્સમેન્ટ બાકી
હાલમાં જ બોલિવુડ એક્ટ્રેસ તાપસી પન્નુના ગુપચુપ લગ્નની ખબરો સામે આવી હતી, ત્યારે હવે વધુ એક ફિલ્મી કપલના લગ્નની ચર્ચા થઇ રહી છે. એવી ખબર સામે આવી રહી છે કે બોલિવુડ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, બંનેએ શ્રી રંગાનાયક સ્વામી મંદિરમાં લગ્ન કર્યા છે. હવે ચાહકો બંનેના લગ્નની તસવીરોની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
જણાવી દઇએ કે, સિદ્ધાર્થ અને અદિતિ લાંબા સમયથી એક સીક્રેટ રિલેશનશિપમાં હતા, બંને ઘણીવાર એકસાથે નજર આવી ચૂક્યા છે. રીપોર્ટ્સ અનુસાર, 27 માર્ચે બંનેએ તેલંગાણાના મંદિરમાં લગ્ન કર્યા. જો કે કપલ તરફથી હજુ કોઇ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં નથી આવ્યુ. સિદ્ધાર્થ અને અદિતિએ આ ખબરને કંફર્મ કરી નથી. એવું કહેવામાં આવી રહ્યુ છે કે આ સીક્રેટ વેડિંગ ઘણી ઉતાવળમાં થયા છે.
અદિતિ અને સિદ્ધાર્થે વર્ષ 2021 માં આવેલી તેલુગુ ફિલ્મ ‘મહા સમુદ્રમ’ માં સાથે કામ કર્યુ હતુ. અદિતિ અને સિદ્ધાર્થ ઘણા ફિલ્મી ઇવેન્ટમાં સાથે જોવા મળ્યા છે. એટલું જ નહિ બંને વેકેશન માટે સાથે ટ્રાવેલ પણ કરતા હતા. કપલને હંમેશા ચાહકો પાસેથી સારુ એવું અટેંશન મળ્યુ છે. ઉલ્લેખનીય છે કે અદિતિના પહેલા લગ્ન વર્ષ 2009માં સત્યદીપ મિશ્રા સાથે થયા હતા અને બંને 2013માં અલગ થઇ ગયા હતા.
ગયા વર્ષે જ સત્યદીપ મિશ્રાના લગ્ન ટીન ગુપ્તાની દીકરી મસાબા ગુપ્તા સાથે થયા છે. અદિતિના આ બીજા લગ્ન હશે, જો કે સિદ્ધાર્થના પણ બીજા લગ્ન છે. વર્ષ 2003માં સિદ્ધાર્થના પહેલા લગ્ન થયા હતા અને 2007માં તેના છૂટાછેડા થઇ ગયા હતા. સિદ્ધાર્થે બોલિવુડની ફેમસ ફિલ્મો જેમ કે રંગ દે બસંતી અને ચશ્મેબદ્દૂરમાં કામ કર્યુ છે.
અદિતિ રાવ હૈદરી સાઉથ સાથે હિંદી ફિલ્મો માટે પણ જાણિતી છે. તેણે પદ્માવત, બોસ, રોકસ્ટાર અને મર્ડર 3 જેવી કેટલીક ફિલ્મોમાં કામ કર્યુ છે. અદિતિનો જન્મ 28 ઓક્ટોબર 1986ના રોજ હૈદરાબાદમાં એહસાન હૈદરી અને વિદ્યા રાવના ત્યાં થયો હતો. અદિતિ હૈદરાબાદના નિઝામ રહેલા મો.સોહેલ અકબર હૈદરીની પરપૌત્રી છે.
અદિતિના નાના રાજા જે.રામેશ્વર રાવ તેલંગાણાના વનાપર્થીના રાજા હતા. અદિતિએ પોતાના કરિયરની શરૂઆત ભરતનાટ્યમ ડાંસર તરીકે કરી હતી. તેણે ફેમસ ભરતનાટ્યમ ડાંસ લીલા સૈમસનના ડાંસ ગ્રુપમાં કામ કર્યુ હતુ. અહીં કામ કર્યા બાદ તે એક્ટિંગ તરફ વળી. તેણે પહેલીવાર વર્ષ 2007 ની તમિલ ફિલ્મ શ્રૃંગારમમાં એક્ટિંગ કરી હતી.