આદિપુરુષ ફિલ્મ રામાયણ પર આધારિત હોવાનું કહેવાય છે. પરંતુ મેકર્સ રામાયણથી અલગ આ ફિલ્મ બનાવીને ફસાઇ ગયા છે.આ ફિલ્મનું ટ્રેલર જોઈને જ લોકોએ હોબાળો મચાવ્યો હતો. આ પછી આ ફિલ્મમાં કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા હતા. ફિલ્મના નિર્દેશક ઓમ રાઉતે જણાવ્યું કે ફિલ્મમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આશા છે કે હવે દર્શકોને આ ફિલ્મ ગમશે. પરંતુ ફિલ્મ જોઈને લોકો કહે છે કે આ ફિલ્મ રામાયણ પ્રમાણે બની નથી.
ફિલ્મમાં ઘણો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેને જોઈને દર્શકો ખૂબ જ ગુસ્સે છે. આ ફિલ્મનો અનેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. જેટલુ આદિપુરુષ વિશે કહેવાઇ રહ્યુ હતુ કે ફિલ્મને દર્શકોનો પ્રેમ મળશે એના કરતા તો વધારે હવે તેનો વિરોધ શરૂ થયો છે. આદિપુરુષનું એડવાન્સ બુકિંગ એટલું વધી ગયું છે કે મોટી સંખ્યામાં લોકો ફિલ્મ જોવા પહોંચી રહ્યા છે.
પરંતુ ફિલ્મ જોયા બાદ મોટાભાગના લોકો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તેમણે ઘણી ખામીઓ દર્શાવી છે, જેના વિશે જાણીને તમને પણ લાગશે કે વિરોધ વાજબી છે. રામાયણમાં પુષ્પક વિમાનનો ઉલ્લેખ છે જેના પર રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું. પરંતુ આદિપુરુષમાં માતા સીતાને પુષ્પક વિમાનની જગ્યાએ રાવણને કાળા ચમગાદર પર લઈ જતા બતાવવામાં આવ્યો છે.
ફિલ્મ ‘આદિપુરુષ’માં સૈફ અલી ખાનને રાવણના રૂપમાં જોઈને લોકો નારાજ થઈ ગયા. આંખોમાં કાજલ અને ટૂંકા વાળમાં રાવણ, સૈફનો આ લુક કોઈને પસંદ નથી આવ્યો. લોકોને સૈફ રાવણ ઓછો ખિલજી વધુ લાગ્યો. લોકો કહે છે કે રાવણે ભલે ખરાબ કાર્યો કર્યા હોય પરંતુ તે સૌથી વધુ જ્ઞાની હતો. ઘણી જગ્યાએ રાવણની પૂજા પણ કરવામાં આવે છે. રાવણ સાથે આ પ્રકારનો મજાક લોકોને પસંદ આવ્યો નથી.
આ ફિલ્મમાં જે રીતે હનુમાનને બતાવવામાં આવ્યા છે તેનાથી લોકો ખૂબ જ નારાજ છે. ભગવાન હનુમાનને માનનારા લોકો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. ફિલ્મમાં હનુમાનને ચામડાના કપડામાં બતાવવામાં આવ્યા છે. આદિપુરુષના ડાયલોગ્સ પર પણ દર્શકો સવાલો ઉઠાવી રહ્યા છે. જેમણે ફિલ્મ જોઈ છે તેમનું કહેવું છે કે આ ફિલ્મમાં રામાયણની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
આદિપુરુષમાં લક્ષ્મણની દાઢી અને વાળની સ્ટાઈલ પર પણ સવાલ ઉઠ્યા છે. ભગવાન રામના નાના ભાઈ લક્ષ્મણના દેખાવ સાથે ગડબડ લોકોને પસંદ ન આવી. આ ફિલ્મમાં વધુ પડતો VFXનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લોકોનું કહેવું છે કે ફિલ્મ સાથે જબરદસ્તીથી આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે.