આદિપુરુષ જોયા બાદ લોકોએ ગણી ગણીને નિકાળી ભૂલો, સોનાની લંકાને બતાવી દીધી કાળી- જાણો મેકર્સે કેટલી ભૂલો કરી

સોનાની લંકા કાળી, બેકાર ડાયલોગ્સ, Adipurushમાં આ 8 મોટી ભૂલ, તસવીરો જોઈને કહેશો ઉલ્લુ બનાવી દીધા…

Biggest Mistakes Of Adipurush : મોસ્ટ અવેટેડ ફિલ્મ આદિપુરુષ રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને જબરદસ્ત ચકચાર મચી ગઈ હતી. આ ફિલ્મને લઇને રામ અને હનુમાન ભક્તોને ઘણી ઉમ્મીદ હતી પણ દિગ્દર્શક ઓમ રાઉત તે ઉમ્મીદો પર ખરા ન ઉતરી શક્યા. એક બાજુ ફિલ્મના VFXની ઘણા સમયથી ટીકા થઈ રહી હતી. ત્યાં હવે ફિલ્મ રિલીઝ થયા બાદ લોકો વધુ હેરાન થઈ ગયા છે.

વાસ્તવમાં મેકર્સ દ્વારા ભગવાન રામની વાર્તા સાથે કરવામાં આવેલ પ્રયોગ લોકોને પસંદ આવ્યો ન હતો. તેથી જ દર્શકો આકરી ટીકા કરી રહ્યા છે. દર્શકોએ ફિલ્મ જોયા પછી એવી ખામીઓ દર્શાવી છે, જેના પર કદાચ મેકર્સ ધ્યાન ન આપી શક્યા અથવા તો તેઓએ એક પ્રયોગ કર્યો છે. VFX આ ફિલ્મની યુએસપી હોવાનું કહેવાય છે. પરંતુ દર્શકોને આ વીએફએક્સ બિલકુલ પસંદ ન આવ્યા. ઘણા દર્શકો VFX વર્કની આકરી ટીકા કરી રહ્યા છે.

માતા સીતા જ્યારે વનવાસ ગયા ત્યારે તેમણે શું પહેર્યું હતું? આ રામાનંદ સાગરની રામાયણ જોઈને હવે આ દાયકાના બાળકોને પણ ખબર છે. પણ ફિલ્મમાં આદિપુરુષ માતા સીતાની સાડી સફેદ રંગની બતાવવામાં આવી હતી. જે લોકોની નારાજગીનું બીજું કારણ બન્યું. દરેક બાળક જાણે છે કે રાવણની લંકા સોનાની હતી. પરંતુ ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષમાં સોનાની લંકાને કાળી બતાવી છે અને આ બદલ પણ લોકો નિર્માતાઓને ઠપકો આપી રહ્યા છે.

રાવણ સીતાનું અપહરણ કરીને પુષ્પક વિમાનમાં લંકા લઈ જાય છે. શાસ્ત્રોમાં પણ એવું જ છે. પરંતુ આદિપુરુષમાં, રાવણ સીતા માતાને પુષ્પક વિમાનમાં નહીં પરંતુ કાળા રંગના ચામાચીડિયા જેવા પક્ષીમાં લઈ જાય છે. આ સીન જોઈને લોકોએ ઘણી ટીકા કરી. ફિલ્મમાં ભગવાન રામના નાના ભાઈ લક્ષ્મણની દાઢી અને રાવણની હેરસ્ટાઈલ પર લોકો ગુસ્સે થઈ રહ્યા છે. લોકો કહે છે કે શું મજાક છે…

જ્યારે હનુમાન લંકા પહોંચ્યા ત્યારે માતા સીતાને વંદન કરવાને બદલે તેમની છાતી પર હાથ મૂકીને નમસ્કાર કરતા જોવા મળ્યા. પાછા ફરતી વખતે, જ્યારે સીતા માતા તેને ઓળખ તરીકે એક નિશાની આપે છે, ત્યારે તે ચૂડામણિને બદલે બંગડી આપતા જોવા મળે છે. આ ફિલ્મમાં ખૂબ જ ખરાબ ડાયલોગ્સ છે, જે રામાયણની ભાષાને અનુરૂપ પણ નથી. હનુમાનજીની તેમના ડાયલોગ્સ માટે ટીકા થઈ રહી છે. આ ભૂલો જોયા પછી એવું લાગે છે કે મેકર્સને કદાચ 600 કરોડનું નુકસાન થવાનુંં છે.

Shah Jina