ભારતના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીએ ખરીદી 4 કરોડની કાર, અંદરથી આવો છે લક્ઝુરિયસ કારનો લુક

ગૌતમ અદાણીની નવી લક્ઝરી કાર જોઇ તમે પણ રહી જશો હેરાન, આ આલીશાન કારોની કરે છે સવારી, જુઓ તસવીરો

ગૌતમ અદાણી ભારત જ નહિ, એશિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક છે. તે અવાર નવાર ચર્ચામાં આવે છે, જ્યારે તેમના સાથે જોડાયેલી કોઇ ખબર સામે આવે અથવા તો અમીરોની લિસ્ટમાં તેમના ક્રમમાં બદલાવ થયો હોય. આ ઉપરાંત તે ખબરોથી દૂર રહેવુ પસંદ કરે છે. હાલમાં તે ફરીથી ચર્ચાનો વિષય બન્યા છે. તેમણે 4 કરોડની કાર ખરીદી છે. આ ગાડીનું એન્જીન દમદાર છે. સાથે જ ફીચર્સ પણ કોઇથી કમ નથી.

ઘણા લોકો માટે તો આ એક ડ્રીમ કાર છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, ગૌતમ અદાણીએ Land Rover ની Range Rover એસયુવી ખરીદી છે. આ ગાડીની કિંમત 4 કરોડ રૂપિયા છે. hottestcarsin નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર ગૌતમ અદાણીની કારની તસવીરો શેર કરવામાં આવી છે. ગૌતમ અદાણીની આ લક્ઝુરિયસ કાર સફેદ રંગની છે. તેમણે આ ગાડીના Autobiography 3.0 ડીઝલ લોન્ગ-વ્હીલબેસ વેરિઅન્ટને ખરીદ્યુ છે.

આ ગાડીનું 7 સીટર વર્ઝન છે. Range Rover Autobiography 3.0 ડીઝલમાં 3000 સીસીનું ઇનલાઇન-6 ડીઝલ એન્જીન આપવામાં આવ્યુ છે. આ એન્જીન 346 bhpની અધિકતમ પાવર અને 700 Nmનો પીક ટોર્ક આઉટપુટ છે. આ ખાસ વેરિએન્ટમાં 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન અને ફોર વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ આપવામાં આવી છે. બહારની બાજુ તમને ડીઆરએલ સાથે LED હેડલાઇટ્સ અને મોટા અલોય વ્હીલ્સ પણ આપવામાં આવ્યા છે.

ઇન્ટીરિયરમાં 13.1 ઇંચ ટચસ્ક્રીન, ચાર-જોન ક્લાઇમેટ કંટ્રોલ, હેડ અપ ડિસ્પ્લે, વાયરલેસ ડિવાઇસ ચાર્જિંગ અને 3ડી સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ આપવામાં આવી છે. જણાવી દઇએ કે, અદાણી પાસે BMW 7-Series, Toyota Vellfire, Audi Q7, Ferrari California અને Rolls-Royce Ghost જેવી શાનદાર કારો છે.

Shah Jina